દામનગર શહેરમાં વારંવાર થતા આખલાયુધ્ધથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. રખડતા ઢોરને કાબુમાં લેવા માટે હાઈકોર્ટનો આદેશ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી. ભૂતકાળમાં આખલાયુધ્ધથી અનેક લોકોને ઈજાઓ પહોંચી છે ત્યારે દામનગરમાંથી રખડતા ઢોરને પકડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.








































