સાવરકુંડલા ખાતેના પ્રસિદ્ધ ‘શ્રી મેલડી ધામ મંદિર’માં ગત રવિવારે બોલીવૂડના પ્રખ્યાત હાસ્ય અભિનેતા રાજપાલ યાદવજીએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આ તકે તેમણે પૂજ્ય ઘનશ્યામબાપુના આશીર્વાદ પ્રાપ્ત કરીને પ્રસન્નતા વ્યક્ત કરી હતી. આ દરમિયાન મંદિરમાં ‘જયદીપભાઈ સોની એન્ડ ગ્રુપના કલાકારો દ્વારા ભવ્ય સંતવાણીનો ભવ્ય કાર્યક્રમ પણ યોજાયો હતો, રાજપાલ યાદવજીએ આ સંતવાણીનો લાભ લીધો હતો. તેઓએ પોતાની શ્રદ્ધા ભક્તિ અને આસ્થાનો દીપ પ્રગટાવીને કહ્યું કે, મેલડી માતાજીના આ ધામમાં આવીને મનને અપાર શાંતિ પ્રાપ્ત થઈ છે.