ગત તા. ૧૨ના રોજ અમરેલી ખાતે યોજાયેલા સ્પેશિયલ ખેલ મહાકુંભ (અંધજનો માટે) માં શ્રી નિવાસી અંધ વિદ્યાલય-થોરડીના ૧૧ ખેલાડીઓએ પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ વિજેતા ખેલાડીઓ આગામી ૧૦-૦૧-૨૦૨૬ ના રોજ મહારાજા જયદીપસિંહજી સ્પોટ્ર્સ કોમ્પ્લેક્સ, દેવગઢ બારીયા (દાહોદ) ખાતે રાજ્યકક્ષાના સ્પેશિયલ ખેલ મહાકુંભમાં ભાગ લેવા જશે. સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી, આચાર્ય, સ્ટાફ અને વિદ્યાર્થીઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.








































