બાબરા શહેરમાંથી એક વેપારીની બાઈક ચોરાઈ હતી. હિતેશભાઇ ભરતભાઇ દાવડા (ઉ.વ.૨૯) એ જાહેર કર્યા મુજબ, તેમની મોટર સાયકલ હીરો સ્પ્લેન્ડર પ્લસ રજી.નં.GJ-૦૩-MC-૨૪૯૮ જેના ચેસીસ નંબર MBLHAW127M 5G03459 તથા એન્જીન નંબર A11EDM5F50981 રૂ.૪૦,૦૦૦ ની તા.૦૩/૦૧/૨૦૨૬ ના ક.૧૯/૩૦ થી ક.૨૧/૧૫ ના સમયગાળા દરમ્યાન પોતાના રહેણાંક મકાન બાબરા સોમનાથ પાર્ક, હીરો શો રૂમની પાછળ, ભાવનગર-રાજકોટ હાઇવે રોડ પાસેથી કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયો હતો. આ બાબતે આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ.જી. સોલંકી વધુ તપાસ
કરી રહ્યા છે.





































