અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત (અમરેલી) સંચાલિત અમરેલીની વિવિધ મહિલા કોલેજોમાં ૩૧ ડિસેમ્બરની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ચક્કરગઢ રોડ પર આવેલા શાંતાબેન હરીભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ (ગર્લ્સ) ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. તારીખ ૩૧/૧૨/૨૦૨૫ ના રોજ ડી.એચ. કાબરીયા આટ્ર્સ મહિલા કોલેજ, આર.કે. વઘાસીયા કોમર્સ મહિલા કોલેજ અને યુ.બી. ભગત સાયન્સ મહિલા કોલેજ ખાતે ૩૧જં ની ઉજવણીના ભાગરૂપે સોન્ગ અને ડાન્સના રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ત્રણેય કોલેજની વિદ્યાર્થિનીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઉજવણી દરમિયાન વિદ્યાર્થિનીઓએ વિવિધ સોન્ગ અને ડાન્સ રજૂ કરી વાતાવરણને જીવંત બનાવ્યું હતું.








































