અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા છતાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરનારાઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. નાગેશ્રીના ટીંબી ગામમાં જાહેરમાં ચાઈનીઝ દોરી વેચતા એક શખ્સને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે મેઈન રોડ પર ડો. ભાલાલા સાહેબના દવાખાના સામે ‘લાલુ માંજા’ નામની જગ્યાએ એક શખ્સ પ્રતિબંધિત દોરી વેચી રહ્યો હોવાની બાતમી મળી હતી. પોલીસ તપાસ દરમિયાન લાલુ માંજા નામના શખ્સ પાસે ‘ર્સ્ંર્દ્ગં જીદ્ભરૂ’ બ્રાન્ડની ચાઈનીઝ પ્લાસ્ટિક દોરીના કુલ ૨ ફિરકા મળી આવ્યા હતા. આરોપી આ દોરી જાહેરમાં વેચવા માટે રાખીને બેઠો હતો ત્યારે જ પોલીસે તેને દબોચી લીધો હતો. લાઠીમાં પણ એક ઈસમ ચાઈનીઝ દોરી વેચતા પકડાયો હતો.







































