લીલીયા તાલુકામાં સિંચાઈ સુવિધાઓ વધુ સુદ્રઢ બનાવવા માટે ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની સક્રિય રજૂઆત અને સતત પ્રયત્નોના પરિણામે રાજ્ય સરકાર દ્વારા કુલ ૧૧ સિંચાઈના કામો માટે રૂ. ૬૪૦.૮૨ લાખ (અંદાજે ૬.૪૦ કરોડ) મંજૂર કરવામાં આવ્યા છે. આ મંજૂરી મળતા તાલુકાના નાના લીલીયા, ભેંસવડી, કુતાણા, ઇંગોરાળા ડાંડ, સલડી, મોટા કણકોટ, પુંજાપાદર, ક્રાંકચ અને બોડીયા ગામોમાં સિંચાઈની સુવિધામાં વધારો થશે. મંજૂર થયેલા કામમાં ભેસવડીઃ ચેકડેમ મરામત અને મજબૂતીકરણ – રૂ. ૧૨૭.૭૩ લાખ. સલડીઃ નાની સિંચાઈ મરામત અને મજબૂતીકરણ (જૂના મંજૂર થયેલ અને નવા કામો સહિત) – કુલ રૂ. ૨૮૬.૩૦ લાખ તથા સ્મશાન પાસે એફ.પી. વોલ – રૂ. ૨૪.૦૭ લાખ. પુંજાપાદરઃ ચેકડેમ મરામત – રૂ. ૬૬.૧૪ લાખ. બોડીયાઃ પ્રોટેક્શન વોલનું કામ – રૂ. ૪૮.૦૬ લાખ. નાના લીલીયાઃ માટીના બંડનું મરામત કામ – રૂ. ૩૧.૨૧ લાખ. મોટા કણકોટઃ પૂર સંરક્ષણ દીવાલ – રૂ. ૨૯ લાખ. ઇંગોરાળા ડાંડઃ બંધારા ડેમ મરામત (૧૮.૮૪ લાખ) અને ચેકડેમ રિપેરીંગ (૪.૫૦ લાખ) અને કુતાણા ગામે મરામત (૫.૯૬ લાખ) અને ક્રાંકચ ગામે તળાવ રીનોવેશન (૫.૦૦ લાખ)નો સમાવેશ થાય છે. આ બદલ ધારાસભ્યએ તાલુકાવાસીઓ વતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા જળસંપત્તિ મંત્રી ઈશ્વરભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો છે.