જુનાગઢના રાજકારણમાં મોટો ભડકો થવા જઈ રહ્યો છે. કારણ કે, માળિયા હાટીનાના ભાજપના દિગ્ગજ નેતા અને હાટી સમાજના અગ્રણી બચુભાઈ સિસોદીયાએ ભાજપથી છેડો ફાડ્યો છે. તેઓએ પોતાના હોદ્દા અને પરિવાર સાથે ભાજપમાંથી રાજીનામું આપી દેતા રાજકીય વર્તુળોમાં વાતો વહેતી થઈ છે.

જુનાગઢના રાજકારણમાં સતત નવાજૂની થતી રહે છે. આવામાં ભાજપને મોટો ફટકો પડે તેવા સમાચાર આવ્યા છે. માળિયા હાટીનાનાના હાટી સમાજના અગ્રણી આલિંગભાઈ રાજશીભાઈ સિસોદિયા ઉર્ફે બચુભાઈ સિસોદિયાએ ભાજપને અલવિદા કર્યું છે. ભાજપને મોટો ફટકો એ છે કે, માત્ર બચુભાઈ સિસોદીયા જ નહિ, તેમના આખા પરિવારે ભાજપથી છેડો ફાડ્યો છે. બચુભાઈનો આખો પરિવાર રાજકારણમાં સક્રિય છે. ત્યારે બચુભાઈના છેડો ફાડવાથી ભાજપને જુનાગઢમાં મોટો ફટકો પડશે.

બચુભાઈની વાત કરીએ તો, તેઓ નગરપંચાયતના સદસ્ય છે. તેમજ સતત બે ટર્મથી ભાજપ કારોબારી સભ્ય રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેમના પત્ની પૂર્વ તાલુકા પંચાયતના સદસ્ય રહી ચૂક્યા છે. તેમનો પુત્ર માળિયા હાટીનાના તાલુકા ભાજમાં ઉપપ્રમુખનો હોદ્દો ધરાવે છે. ત્યારે દાયકાઓથીસિસાદીયા પરિવાર ભાજપ સાથે જોડાયેલો હતો.

બચુભાઈની સાથે તેમના ૨૦૦ જેટલા કાર્યકર્તાઓ પણ ભાજપ છોડશે તેવો રાજકીય વર્તુળોમાં દાવો કરાયો છે. રાજીનામા વિશે તેઓએ કહ્યું કે, જનસંઘના સમયથી જે પક્ષની વિચારધારા સાથે તેઓ જોડાયેલા હતા તે પક્ષમાં હવે ખેડૂતોના હિત સચવાતા ન હોવાથી તેઓ ભારે હૈયે પક્ષમાંથી રાજીનામું આપી રહ્યા છે.

તો બીજી તરફ બચુભાઈ ભાજપના નેતા જવાહર ચાવડા સાથે મળ્યા હતા. જવાહર ચાવડા સાથે તેઓએ ગુપ્ત મીટિંગ કરી હતી. જોકે ગણતરીના કલાકોમાં તેમની આ મીટિંગના ફોટો વાયરલ થયા હતા. જોકે, બચુભાઈએ આ મુલાકાતને શુભેચ્છા મુલાકાત ગણાવી હતી. જવાહર સાથે વર્ષોથી મૈત્રીભર્યા સંબંધો હોવાથી તેમને મળવા ગયા હોવાનું તેઓએ વાત કરી હતી.

જોકે, બીજી તરફ બચુભાઈ સિસોદીયા ક્્યા જાડાશે તેની હજી માહિતી સામે આવી નથી. પરંતુ આમ આદમી પાર્ટી દ્વારા તેઓને પોતાની પાર્ટીમાં જાડાવા ખુલ્લુ આમંત્રણ આપવામાં આવ્યું છે.