ચલાલા નગરપાલિકાના વિવાદોનો અંત લાવવા અને આગામી દોઢ વર્ષની ટર્મ માટે નવા પ્રમુખની પસંદગી કરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ધારાસભ્ય જે.વી. કાકડીયા અને લઘુ મહંત મહાવીર બાપુની જહેમત બાદ નવા પ્રમુખ તરીકે સર્વાનુમતે ભૂમિબેન જયરાજભાઈ વાળાની દાવેદારી કરવામાં આવી છે. ચલાલા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી ફેબ્રુઆરી ૨૦૨૫માં યોજાઈ હતી, જેમાં ભાજપે તમામ ૨૪ બેઠકો પર વિજય મેળવ્યો હતો. જોકે, ત્યારબાદ આંતરિક જૂથબંધી અને ખેંચતાણને કારણે પાલિકા વિવાદોમાં સપડાઈ હતી અને વિકાસ કામો અટકી પડ્‌યા હતા. અંતે મહિલા પ્રમુખે રાજીનામું આપતા પ્રમુખ પદ ખાલી પડ્‌યું હતું. આ ખાલી જગ્યા માટે જિલ્લા કલેકટરે આવતીકાલે જનરલ મિટિંગ બોલાવી છે.