સાવરકુંડલા તાલુકાના ઘાંડલા ગામેથી ચીખલી માર્ગ ઉપર આવેલ રેલવે ફાટક નંબર ૯૫ સી ઝેડ ઈ સાંજના ૮-૦૦ થી સવારના ૮ સુધી સદંતર બંધ રહેતું હોય છે. આથી આસપાસના ખેડૂતો અને વાડીએ રહેતા મજૂરોને ઇમરજન્સીમાં આવવા-જવા માટે ભારે તકલીફ પડે છે.
આ રોડ પરથી નાના મોટા વાહનો પસાર થતા હોય વાડીએ રહેતા મજૂરોને ઈમરજન્સી હોસ્પિટલ માટે જવું હોય તો ૧૦૮ એમ્બ્યુલન્સ પણ ન મળી શકે તેવી પરિસ્થિતિ નિર્માણ થઇ છે. આથી આ ફાટક ખુલ્લું રહે તેવી માગણી સ્થાનિકો કરી રહ્યા છે, ખેડૂતો અને શ્રમિકોને ફાટક બંધ રહેતા વાહનની સાથે વાડીએ જવાની ખુબ જ મુશ્કેલી પડે છે. આ બાબતે જવાબદાર સમક્ષ અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી