તા. ૭ના રોજ અંબુજા ફાઉન્ડેશન સંચાલિત બેટર કોટન પ્રોજેક્ટ અંતર્ગત સાવરકુંડલા તાલુકાની બ્રાન્ચ ઓફિસ ખાતે પ્રોજેક્ટ યુનિટ INGJ56ના મેનેજર અને તેમની ટીમની સક્રિય ભૂમિકા સાથે કેરાળા ગામે ભવ્ય સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો. તાલુકા હેલ્થ ઓફિસર ડા. મીનાના માર્ગદર્શન હેઠળ આયુષ્માન આરોગ્ય મંદિર જુનાસાવર અને કેરાળા ગામના સહયોગથી કાર્યક્રમ યોજાયો હતો. ડા. મયુર પારઘી, ડા. જયકાન્ત પરમાર અને ડા. કૌશલ ગોંડળીયા દ્વારા ગ્રામજનોની મફત તપાસ કરી જરૂરી દવાઓનું વિતરણ કરાયું હતું.