અમરેલી જિલ્લા પોલીસ વડા SP સંજય ખરાત દ્વારા ચલાલા પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. ચલાલા પોલીસ સ્ટેશન હેઠળ આવતા ૩૨ જેટલા ગામડાઓમાં ગુનાહિત પ્રવૃત્તિઓ ઘટાડવા અને ગુનાઓના ઝડપી ડિટેન્શન માટે એસ.પી.ના માર્ગદર્શન હેઠળ દરેક ગામમાં CCTV કેમેરા લગાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશના ફળ સ્વરૂપે ૧૭ ગામડાઓમાં સરપંચો, દાતાઓ અને સરકારની ગ્રાન્ટના સહયોગથી CCTV કેમેરા લગાવી દેવામાં આવ્યા છે. આ કામગીરી બદલ એસ.પી. સંજય ખરાતના હસ્તે ૧૭ ગામના સરપંચો અને દાતાઓનું મોમેન્ટો અને આભારપત્ર આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે એસ.પી.એ અરજદારોની રજૂઆતો રૂબરૂ સાંભળી સમસ્યા હલ કરવાના પ્રયાસ કર્યા હતા.