દામનગરના ભુરખીયા રેલવે ફાટક પાસેથી એક શખ્સને ચાઈનીઝ દોરીની ફિરકીઓ સાથે પોલીસે ઝડપી પાડ્‌યો હતો. મળતી માહિતી મુજબ, દામનગર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ભુરખીયા રેલવે ફાટક પાસેથી એક શખ્સ શંકાસ્પદ હાલતમાં પસાર થતા તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન તેની પાસેથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી મળી આવી હતી. શખ્સ સામે જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, દામનગર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ભુરખીયા રેલવે ફાટક પાસેથી પસાર થતા એક શખ્સની શંકાસ્પદ હાલતમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આ શખ્સ પાસેથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની કુલ ૩ ફિરકીઓ મળી આવી હતી. આ ફિરકીઓ પર અંગ્રેજીમાં ‘મોનો એસકેવાય’ લખેલું હતું. પોલીસે ફિરકીઓ જપ્ત કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.