સ્થાનિક શેરબજારમાં ચાલુ ઘટાડો આજે સતત ત્રીજા દિવસે પણ ચાલુ રહ્યો. બુધવારે,બીએસઇ સેન્સેક્સ ૧૦૨.૨૦ પોઈન્ટ (૦.૧૨%) ઘટીને ૮૪,૯૬૧.૧૪ પર બંધ થયો.એનએસઇ નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ ૩૭.૯૫ પોઈન્ટ (૦.૧૪%) ઘટીને ૨૬,૧૪૦.૭૫ પર બંધ થયો. આજના ઘટાડા વચ્ચે,આઇટી શેરોમાં વધારો જોવા મળ્યો. અગાઉ, સોમવાર અને મંગળવારે પણ બજાર ઘટાડા સાથે બંધ થયું હતું. ગઈકાલે, સેન્સેક્સ ૩૭૬.૨૮ પોઈન્ટ (૦.૪૪%) ઘટીને ૮૫,૦૬૩.૩૪ પર બંધ થયો હતો, અને નિફ્ટી ૭૧.૬૦ પોઈન્ટ (૦.૨૭%) ઘટીને ૨૬,૧૭૮.૭૦ પર બંધ થયો હતો.

મંગળવારે, સેન્સેક્સની ૩૦ માંથી ૧૩ કંપનીઓના શેર વધારા સાથે લીલા રંગમાં બંધ થયા હતા, જ્યારે બાકીની ૧૭ કંપનીઓના શેર નુકસાન સાથે લાલ રંગમાં બંધ થયા હતા. એ જ રીતે, આજે નિફ્ટી ૫૦ કંપનીઓમાંથી ૨૦ કંપનીઓના શેર વધારા સાથે લીલા રંગમાં બંધ થયા, જ્યારે બાકીની ૩૦ કંપનીઓના શેર નુકસાન સાથે લાલ રંગમાં બંધ થયા. સેન્સેક્સ કંપનીઓમાં, ટાટા ગ્રુપના ટાઇટનના શેર સૌથી વધુ ૩.૯૬ ટકાના વધારા સાથે બંધ થયા, જ્યારે મારુતિ સુઝુકીના શેર સૌથી વધુ ૨.૭૮ ટકાના ઘટાડા સાથે બંધ થયા.

બુધવારે સેન્સેક્સના અન્ય શેરોના પ્રદર્શન અંગે, એચસીએલ ટેક ૧.૯૯ ટકા, ટેક મહિન્દ્રા ૧.૮૦ ટકા, ઇન્ફોસિસ ૧.૭૨ ટકા, સન ફાર્મા ૧.૨૭ ટકા, ટીસીએસ ૧.૨૩ ટકા, આઈસીઆઈસીઆઈ બેંક ૧.૦૭ ટકા, એટરનલ ૦.૭૯ ટકા, એલ એન્ડ ટી ૦.૬૪ ટકા, બીઈએલ ૦.૬૩ ટકા, ટ્રેન્ટ ૦.૩૦ ટકા અને એકસીસ બેંક ૦.૦૩ ટકા વધ્યા.

બીજી તરફ, પાવર ગ્રીડના શેર ૧.૬૬ ટકા, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ ૧.૫૦ ટકા, એચડીએફસી બેંક ૧.૩૮ ટકા, એશિયન પેઇન્ટ્‌સ ૧.૩૪ ટકા, ટાટા સ્ટીલ ૧.૩૨ ટકા, હિન્દુસ્તાન યુનિલિવર ૧.૧૯ ટકા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ૧.૧૪ ટકા, ભારતી એરટેલ ૧.૦૪ ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૦.૯૭ ટકા, બજાજ ફાઇનાન્સ ૦.૮૩ ટકા, બજાજ ફિનસર્વ ૦.૬૧ ટકા, અદાણી પોર્ટ્‌સ ૦.૫૬ ટકા, એનટીપીસી ૦.૫૬ ટકા, આઇટીસી ૦.૩૨ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૨૫ ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૨૪ ટકા અને કોટક મહિન્દ્રા બેંક ૦.૧૫ ટકા ઘટીને બંધ થયા.