વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ઇઝરાયલી સમકક્ષ બેન્જામિન નેતન્યાહૂ સાથે વાત કરી. તેમની વાતચીતનો ઉલ્લેખ કરતા, પીએમ મોદીએ કહ્યું કે ભારત-ઇઝરાયલ આગામી વર્ષમાં વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે. નેતન્યાહૂ સાથે બંને દેશો વચ્ચે સંરક્ષણ સંબંધોને મજબૂત બનાવવાની રીતો પર ચર્ચા કરવામાં આવી.
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એકસ’ પર આ વાતચીત વિશે માહિતી શેર કરી. એક પોસ્ટમાં તેમણે લખ્યું, “મારા મિત્ર, વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે વાત કરવાનો આનંદ થયો. મેં તેમને અને ઇઝરાયલના લોકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી. અમે આગામી વર્ષમાં ભારત-ઇઝરાયલ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની રીતો પર ચર્ચા કરી. અમે પ્રાદેશિક પરિસ્થિતિ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું અને આતંકવાદ સામે વધુ જોરશોરથી લડવાના અમારા સહિયારા સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો.”







































