સુરતના ઉમરપાડા તાલુકાના ગાઢ જંગલ વિસ્તારમાં પ્રેમી પંખીડાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતા. જંગલ વિસ્તારમાં ઝાડની ડાળી સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાધો હતો. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

મળતી માહિતી મુજબ ઉમરપાડાના જંગલ વિસ્તારમાં ઝાડ પર લટકતી હાલતમાં બે મૃતદેહો સ્થાનિકોએ જાયા હતા. દુપટ્ટાથી યુવક અને યુવતીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું. સ્થાનિકોમાં એવી પણ ચર્ચા ચાલી રહી કે પ્રેમ પ્રકરણમાં અંતિમ પગલું ભર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું હતું.

આ ઘટનાની જાણ ઉમરપાડા પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી યુવક-યુવતીના મૃતદેહને નીચે ઉતારી પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.