ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ISRO) અને વિજ્ઞાન ગુર્જરી (વિજ્ઞાન ભારતીનું ગુજરાત યુનિટ)ના સહયોગથી “સ્પેસ આૅન વ્હીલ્સ” નામની નવીન પહેલ શરૂ કરવામાં આવી છે. આ પહેલ હેઠળ એક વિશેષ રીતે સજ્જ બસને હરતું-ફરતું વિજ્ઞાન મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે, જે ભારતની અંતરિક્ષ સિદ્ધિઓને જનતા સુધી પહોંચાડે છે. “સ્પેસ આૅન વ્હીલ્સ” મોબાઇલ પ્રદર્શન દ્વારા ચંદ્રયાન, મંગલયાન, ગગનયાન જેવી ISROની મહત્વપૂર્ણ મિશનોના મોડેલ્સ, રેપ્લિકા, ઇન્ટરએક્ટિવ ડિસ્પ્લે અને શૈક્ષણિક માહિતી આપવામાં આવે છે. ઉપરાંત, અંતરિક્ષ ટેકનોલોજીના રોજિંદા જીવનમાં થતા ઉપયોગો વિશે પણ સરળ અને રસપ્રદ રીતે માહિતી આપવામાં આવે છે. આ મોબાઈલ પ્રદર્શન બસ અમરેલીમાં તા. ૮/૧/થી ૧૦/૦૧/૨૦૨૬ સુધી આવશે. જે ૮/૦૧ના રોજ બાલભવન ખાતે, ૯/૦૧/ના રોજ વિદ્યાસભા, જ્ઞાનશક્તિ સ્કૂલ અને ૧૦/૦૧ના રોજ ભરાડ સ્કૂલ અમરેલી ખાતે સવારે ૧૦ઃ૦૦થી સાંજે ૦૫ઃ૦૦ કલાક સુધી ઉપલબ્ધ રહેશે. મોબાઈલ પ્રદર્શન બસ જોવાનું નિઃશુલ્ક રહેશે. કોઈપણ માહિતી માટે પ્રોફેસર ડો. યતીન તેરૈયા, જિલ્લા સંયોજક, વિજ્ઞાન ગુર્જરી અને પંકજભાઈ મહેતા, ભરાડ સ્કૂલનો સંપર્ક કરવો. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ અને યુવાનોમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ જગાવવાનો, અંતરિક્ષ ટેકનોલોજી સાથે તેમનો સંપર્ક વધારવાનો અને જી્‌ઈસ્ (વિજ્ઞાન, ટેકનોલોજી, ઇજનેરી અને ગણિત) ક્ષેત્રોમાં કારકિર્દી માટે પ્રોત્સાહન આપવાનો છે.