રાજકોટમાં ૧૧ અને ૧૨ જાન્યુઆરી દરમિયાન વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ યોજાશે. પ્રી-વાયબ્રન્ટ સમિટ સપ્તાહ અંતર્ગત, આઇ.ટી.આઈ. રાજુલાએ તા.૦૨ ના રોજ આદર્શ નિવાસી શાળા અને સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા (વિજ્ઞાન પ્રવાહ) ખાતે અવેરનેસ સેમિનાર યોજ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓને ITI અને વોકેશનલ કોર્સિસનું મહત્વ સમજાવ્યું. વધુમાં, તા.૦૫ ના રોજ આઇટીઆઈ રાજુલા ખાતે ઓરબીટ બેરિંગ્સ દ્વારા રોજગાર તથા એપ્રેન્ટિસશીપ ભરતી મેળાનું આયોજન થયું હતું. ૪૮ ઉમેદવારોમાંથી ૩૦ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી થઈ હતી.