અમરેલીના શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ વિદ્યાસભા સ્કૂલના DLSS ખેલાડીઓએ સોમનાથ ખાતે યોજાયેલ ખેલ મહાકુંભ ૨૦૨૫માં શાનદાર પ્રદર્શન કરી અમરેલીનું ગૌરવ વધાર્યું છે. જેમાં હેન્ડબોલ સ્પર્ધામાંU-14 અને ઓપન એજ બંને કેટેગરીમાં બહેનોની ટીમે સુવર્ણ પદક પ્રાપ્ત કર્યા છે. તારીખ ૧૬ થી ૧૮ ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન સોમનાથ ખાતે યોજાયેલ U-14 બહેનોની હેન્ડબોલ સ્પર્ધામાં સૌરાષ્ટ્ર ઝોનમાંથી ૧૬ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ગજેરા કેમ્પસની ટીમે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. વિજેતા ટીમમાં ગોસાઈ ભક્તિ, શેખ નયના, જાદવ નિરાલી, મકવાણા અક્ષરા, સોલંકી કૃપા, ડાભી સાક્ષી, તમગડિયા માનસી, મકવાણા દ્રષ્ટિ, તાવિયા દ્રષ્ટિ, મકવાણા પૂજા, વેગડ રિદ્ધિ અને કાગડિયા ધ્યાનીનો સમાવેશ થાય છે. ત્યારબાદ તારીખ ૧૮ થી ૨૦ ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન યોજાયેલ ઓપન એજ બહેનોની હેન્ડબોલ સ્પર્ધામાં ૧૪ ટીમો વચ્ચે મુકાબલો થયો હતો. જેમાં પણ ગજેરા કેમ્પસની ટીમે મેદાન મારી સુવર્ણ પદક હાંસલ કર્યો હતો. આ ટીમમાં વેગડ મીના, સોલંકી ઋષિતા, જાની હેમાંગી, બારૈયા નિધિ, મેર કિરણ, મકવાણા જેનીશા, પરમાર ક્રિષ્ના અને બલદાણીયા હિરલે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. આ બેવડી સિદ્ધિ બદલ સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મંત્રી ચતુરભાઈ ખૂંટ, મનસુખભાઈ ધાનાણી અને કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ બંને ટીમના ખેલાડીઓ તેમજ કોચ રવિભાઈ નાવડિયા, ટ્રેનર કમલેશભાઈ ભાલીયા અને ભૂમિબેન ડાંગરને અભિનંદન પાઠવ્યા હતા.








































