ધારીના ભામાશા અને મૂળ ધારીના વતની રમેશભાઈ દામાણી દ્વારા આજરોજ ધારી મધ્યે આવેલી પ્લોટ પ્રાથમિક શાળાના નવીન બિલ્ડિંગ માટે સ્થળ પર ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. પ્લોટ પ્રાથમિક શાળાના બિલ્ડિંગનું નવનિર્માણ કાર્ય એમ્પોથી ફાઉન્ડેશનના સીઈઓ સુંદરન ઇન્શ્વરન અને તેમની ટીમ તથા બ્રિજ કન્સ્ટ્રશનના માલિક કાળુભાઈ લીંબાસીયા દ્વારા કરવામાં આવશે. આ પ્રસંગે જૈન અગ્રણી ભરતભાઈ શેઠ, નલીનભાઇ બજરીયા મહિલા કોલેજના આચાર્ય રાજુભાઈ દવે, પ્રિન્સિપાલ માનસિંહ બારડ, પ્લોટ શાળાનો સમગ્ર સ્ટાફ, સારસ્વત મિત્રો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.