આદિમાનવથી શરૂ કરીને આધુનિક માનવ સુધીની વિકાસયાત્રા અદ્ભુત રહી છે. સર્જન શક્તિ એ ભારતની કોઠાસૂઝનો નજારો છે. મેક્સમુલર નામના વ્યક્તિએ કહ્યું છે કે દુનિયામાં કશું જ નહોતું ત્યારે ભારતનો ચંદરવો સોળે કળાએ ખીલેલો હતો. આવી વિશિષ્ટ અને વિવિધતા ધરાવતો ભારત દેશ દુનિયાના સાથે સામુદ્રિક વેપાર કરતો હતો. ભારતના મરી, મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડની યુરોપના અને આફ્રિકાના બજારમાં અદ્ભુત માગ રહેતી હતી. વિદેશીઓ જળમાર્ગે ભારત સાથે વેપાર કરતા હતા.
અત્યાર સુધી ભારતની પ્રજામાં એવું જ મગજમાં ભરી દેવામાં આવ્યું છે કે અંગ્રેજો ભારતમાં આવ્યા એટલે આ બધી શોધો અને ટેકનોલોજી સ્થાપિત થઈ. આ માન્યતાથી લોકોને બહાર કાઢવા પડશે. દુનિયાને શૂન્યની તેમજ ૬૪ કલા અર્પણ કરનાર ભારત દેશ છે. સમુદ્ર ક્ષેત્ર હોય કે અવકાશી ક્ષેત્ર હોય તેમાં ભારતનું સંશોધન વૈશ્વિક ફલક પર પ્રાચીન સમયથી અગ્રેસર રહયું છે.
આઈ.એ.એન.એસ. વિક્રાંત સમુદ્ર જહાજ દેશની સામુદ્રિક સુરક્ષા માટે અદ્ભુત સંશોધન છે. સ્વદેશી અપનાવો દેશ બચાવો આ અભિયાનને વ્યાપક બનાવવું પડશે. દેશના હુન્નરમાં અદ્ભુત શક્તિ ભરેલી છે. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ એક વિઝન અને મિશન સાથે ચાલી રહ્યા છે.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ રાષ્ટ્રસેવાના પ્રકલ્પને સાકાર અને આકાર કરવા માટે પ્રતિબદ્ધ છે ત્યારે ભારતીય જહાજ વારસો એ આપણી ઓળખ છે.
ભારતીય નૌકાદળનું પ્રથમ તૈયાર સ્ટીચ્ડ સેલિંગ વેસલ -INSV કૌંડિન્યા પોરબંદરથી પ્રથમ સફર શરૂ કરી. ભારતીય નૌકાદળનું પ્રથમ સ્ટીચ્ડ સેલિંગ વેસલ INSV કૌંડિન્યા, જેણે ભારતની પ્રાચીન જહાજ નિર્માણ અને દરિયાઈ પરંપરાઓને પુનર્જીવિત કરે છે તેણે ૨૯ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ તેની પ્રથમ વિદેશી સફર શરૂ કરી દીધી છે. આ જહાજ ગુજરાતના પોરબંદરથી મસ્કત, ઓમાન જશે, જે પ્રતીકાત્મક રીતે ઐતિહાસિક દરિયાઈ માર્ગોનું પુનર્નિર્માણ કરશે જે હજારો વર્ષોથી ભારતને હિંદ મહાસાગરની દુનિયા સાથે જોડતા હતા. પ્રાચીન ભારતીય જહાજોના ફોટોગ્રાફ્સથી પ્રેરિત અને સંપૂર્ણપણે પરંપરાગત સ્ચીટ્ડ પ્લાન્ક ટેક્નિક્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ, INSV કૌંડિન્યા ઇતિહાસ, કારીગરી અને આધુનિક નૌકાદળ કુશળતાના દુર્લભ મિશ્રણનું પ્રતિનિધિત્વ કરે છે. આજના જહાજોથી વિપરીત તેના લાકડાના પાટિયા કાળા દોરડાથી સીવેલા છે અને કુદરતી રેઝિનથી સીલ કરવામાં આવે છે, જે ભારતના દરિયાકાંઠે અને સમગ્ર હિંદ મહાસાગરમાં એક સમયે પ્રચલિત જહાજ નિર્માણ પરંપરાને પ્રતિબિંબિત કરે છે. આ તકનીક ભારતીય ખલાસીઓને આધુનિક નેવિગેશન અને ધાતુશાસ્ત્રના આગમન પહેલાં પશ્ચિમ એશિયા, આફ્રિકા અને દક્ષિણપૂર્વ એશિયામાં લાંબા અંતરની સફર કરવા સક્ષમ બનાવે છે.
આ પ્રોજેક્ટ સંસ્કૃતિ મંત્રાલય, ભારતીય નૌકાદળ અને મેસર્સ હોડી ઇનોવેશન્સ વચ્ચે ત્રિપક્ષીય સમજૂતી કરાર હેઠળ શરૂ કરવામાં આવ્યો હતો, જે સ્વદેશી જ્ઞાન પ્રણાલીઓને ફરીથી શોધવા અને પુનર્જીવિત કરવાના ભારતના પ્રયાસોના ભાગ રૂપે કરવામાં આવ્યો હતો. માસ્ટર શિપરાઇટ બાબુ શંકરનના માર્ગદર્શન હેઠળ પરંપરાગત કારીગરો દ્વારા બનાવવામાં આવેલ અને ભારતીય નૌકાદળ અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વ્યાપક સંશોધન, ડિઝાઇન અને પરીક્ષણ દ્વારા સમર્થિત, આ જહાજ સંપૂર્ણપણે દરિયાઈ સફર કરવા સક્ષમ છે. સુપ્રસિદ્ધ નેવિગેટર કૌંડિન્યના નામ પરથી રાખવામાં આવ્યું છે, જેમણે પ્રાચીન સમયમાં ભારતથી દક્ષિણપૂર્વ એશિયામાં સફર કરી હોવાનું માનવામાં આવે છે. આ જહાજ દરિયાઈ રાષ્ટ્ર તરીકે ભારતની ઐતિહાસિક ભૂમિકાને પ્રતિબિંબિત કરે છે.
આ પ્રોજેક્ટ ભારત સરકારની સ્વદેશી ધરોહર સમાન શરૂઆત છે. આ રીતે ભારતની પ્રાચીન સંસ્કૃતિ અને સભ્યતાને ઉજાગર કરવાનો અદ્ભુત પ્રયાસ છે.આંતરરાષ્ટ્રીય સંબંધો અને વેપાર ભારતની શ્રેષ્ઠતાને વ્યાપક બનાવે છે. કચ્છના કાનજી માલમ અને અનેક લોકો સાગર ખેડી આફ્રિકાના દેશો સાથે વેપાર કરતા હતા. ઉપરોક્ત બાબતોને અભ્યાસક્રમમાં લઈ બાળકો સુધી પહોંચાડવાની તાતી જરૂરિયાત છે. પોતાના દેશ પ્રત્યે સ્વાભિમાન અને માન હોવું જોઈએ. વંદે માતરમ.. ભારત માતાકી જય..
મો.૯૮૨૫૭૦૨૨૮૨









































