ધારી તાલુકાના તુલસીશ્યામ રોડ ઉપર આવેલા ખુલ્લા કૂવામાં અકસ્માતે નીલગાય પડી જતાં તેનું મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતા વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. નીલગાયને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. લાંબી મહેનત બાદ કૂવામાંથી નીલગાયને બહાર કાઢવામાં આવી, પરંતુ ત્યાં સુધીમાં નીલગાયનું મોત નિપજ્યુ હતુ. ખુલ્લા કૂવામાં વન્યપ્રાણીઓ પડીને મોતને ભેટતા હોવાથી લોકોએ આ અંગે રોષ વ્યકત કર્યો છે.






































