એક્ઝામના સમયે જ મોટાભાગના સ્ટૂડન્ટ્સ બહુ વધારે પડતા તનાવથી ઘેરાઇ જાય છે. એના કંઇ કેટલાય કારણો હોય છે. જેવા કે, યોગ્ય પ્લાનિંગનો અભાવ, સમયસર કોર્ષ પૂરો ન થવો, પેરેન્ટ્સનું દબાણ, ભણવામાં ઓછું ધ્યાન વગેરે આ બધા પ્રોબ્લેમ્સ ન આવે, એ માટે જરૂરી છે પેરેન્ટ્સની સમજદારી અને જરૂરી તૈયારીઓ, આવો જાણીએ એવી જ નાની – નાની પણ મહત્વની વાતોને….!
પરીક્ષાઓ નજીક આવે ત્યારે અભ્યાસનો સ્ટ્રેસ જેટલો બાળકો પર પડે છે, એટલો જ પેરેન્ટ્સ પર પણ પડવો શરૂ થઇ જાય છે. એવે વખતે બાળક અને મા-બાપ વચ્ચે બહેતર તાલમેલ હોય એ ખૂબ જ જરૂરી છે.
પેરેન્ટ્સ વિ. બાળકો
પેરેન્ટ્સ સકારાત્મક વિચારધારા રાખો અને બાળકોને હંમેશા શાંતિ અને પ્યારથી જ સમજાવો. બાળકને કયારેય લડી-ઝગડીને શીખવવાનો પ્રયાસ કદાપી ન કરો. મા-બાપે પણ સંતાનોની સામે ઝઘડા ન કરવા, કયારેય પણ ભણવા માટે અતિ દબાણ ન કરવું.
તમારા બાળકની અન્ય બાળક સાથે કે તેની ભણવાની પધ્ધતિની અન્ય સાથે કયારેય તુલના ન કરો. નહીંતર, બાળકમાં હીનભાવના પેદા થશો. કયારેય પણ અભ્યાસ બાબતે સંતાનને મારો નહીં કે સજા પણ ન કરો. અભ્યાસ માટે હંમેશા બાળકને પ્રોત્સાહિત કરતા રહો. બાળક જે વિષયમાં કમજાર હોય, એ વિષય પર વધુ ધ્યાન આપો – અપાવો. તમારા સંતાનના મન-મગજમાં હંમેશા સકારાત્મક વિચારધારા જ પેદા કરતા રહો. પરીક્ષા વખતે સંતાનને વધુમાં વધુ સમય આપો. પરીક્ષા વખતે બાળકને બહારનું કે હેવી ભોજન ન આપો, હળવું – પાચક અને પૌષ્ટિક ભોજન જ આપો. બાળકોને આસાન પધ્ધતિથી કમજાર વિષયો શીખવવાની કોશિષ કરો. બાળકોને હંમેશા રોચક વિષયોની જાણકારી આપતા રહો. સારા પ્રેરક પ્રસંગો, વાર્તા કહેતા-સંભાવતા રહો, જેથી બાળકની અંદર આત્મવિશ્વાસ જાગૃત થાય. જા આપના ઘરે અવારનવાર મહેમાન આવતાં જ રહેતાં હોય, તો બાળકોને પરીક્ષાઓ વખતે મહેમાનોને નિખાલસપૂર્વક કહી શકો છો, કે બાળકોની પરીક્ષાઓ આવી રહી છે એટલા માટે, શક્ય હો ત્યાં સુધી ફોન પર જ કામકાજ પતાવે અને જા આવવું જરૂરી હોય તો અગાઉથી ફોન કરી – ટાઇમ લઇને જ આવે. અન્યથા, એકઝામ પછી જ આવવાનું રાખે.
બાળક માટે એકઝામ ટિપ્સ
એકઝામ અને તમારા ટીચર્સે આપેલા ઇમ્પોર્ટન્ટ પોઇન્ટ્સ હંમેશા ધ્યાનમાં રાખો. ટીચર્સ દ્વારા અપાયેલા પ્રશ્નો અને પેપર સ્ટાઇલ સાથે સંકળાયેલી વાતોને ગંભીરતપૂર્વક ફોલો કરો. પરીક્ષાની તૈયારી માટે એક બેલેન્સ ટાઇમ ટેબલ બનાવો. ટાઇમ ટેબલ બનાવીને ભણવાથી આપને કયા વિષયને કેટલો સમય ફાળવવાનો છે, એ સમજમાં આવી જશે. સાથોસાથ ડેઇલી શેડ્યૂલ પણ બની જશે. પ્લાનિંગ કરવાથી સ્ટ્રેસ ઘટે છે અને આપને ખ્યાલમાં રહે છે કે, કયું ચેપ્ટર કયારે કમ્પ્લીટ કરવાનું છે. આપના માટે શું મહત્વપૂર્ણ છે, એને આપનાથી બહેતર કોઇ જાણી શકતું નથી, એટલા માટે તમે તમારી પ્રાથમિકતા નક્કી કરો. તમે કયા સમયે સંપૂર્ણપણે એકાગ્રતાથી ભણી શકો છો, સવારે – બપોરે – સાંજે કે રાતે… તો ડિફિકલ્ટ સબ્જેક્ટના અભ્યાસ માટે એ સમય પસંદ કરો. ભરપૂર અને સારી ઊંઘ લેવાની સાથોસાથ ખુશ અને તનાવમુક્ત રહો. આપની ખાણી-પીણી અને ડાયેટ પર સંપૂર્ણ ધ્યાન રાખો. ખુદને પ્રોત્સાહિત કરો અને શાબાશી આપો. અભ્યાસ વખતે મોબાઇલ ફોન ચેટિંગ, સોશિયલ મીડિયા વગેરેથી દૂર રહો. જા મોબાઇલ એડિકટ હોવ, તો થોડા સમય સુધી મોબાઇલમાં રિચાર્જ જ ન કરવો.
સ્વચ્છ અને શાંત વાતાવરણમાં જ અભ્યાસ કરો. જયારે ભણવા બેસો ત્યારે અઘરા વિષયોને પહેલા ભણો. કેમ કે, એ સમયે આપનો મૂડ ફ્રેશ અને એકાગ્રતા લેવલ હાઇ હોય છે. અભ્યાસને એક પ્રકારની ગેઇમની માફક લો, અર્થાત ગેઇમમાં જેમ જેમ લેવલ પાર કરતાં જાવ તેમ તેમ એવોર્ડ મળતાં રહે, એ જ રીતે અભ્યાસમાં ખુદને
પુરસ્કૃત કરો. ટેબલ અને ડેસ્ક પર જ અભ્યાસ કરો. જા ઇચ્છો તો વચ્ચે – વચ્ચે આરામ કરતાં રહો. ગંભીરતાપૂર્વક અભ્યાસ કરો અને શિસ્તમય રીતે ભણો. પોતાની જાતને શાબાશી આપો, ઇનામ આપો અને ખુદની સાથે વાયદો કરો કે, એક નિશ્ચિત સમય સુધી અભ્યાસ કરી લીધા પછી બ્રેક લઇને કંઇક મનોરંજન કરશો કે પછી થોડીવાર માટે બહાર ફરવા જશો. જા તમે ઇચ્છો તો વચ્ચે-વચ્ચે થોડી-થોડી વારે બ્રેક લેતા રહો. પછી પણ કમસે કમ અર્ધા કલાક સુધી લગાતાર એકાગ્ર થઇને ભણો. એ પછી ઇચ્છો, તો થોડીવાર માટે ફરવા – આંટો મારવા જાવ એ પછી શરબત – જયૂસ – ચા – કોફીમાંથી જ ભાવતું હોય તે લઇને ફરી પાછા ભણવા બેસી જાવ. કેટલીયવાર કોશિષ કરવા છતાં પણ કોઇ ચેપ્ટર ન જ સમજાતું હોય, તો ટીચર્સ કે ફ્રેન્ડ્સ કે પછી ઇન્ટરનેટ પર સર્ચ કરો અને તેને સમજવાની કોશિષ કરો. ખુદને હંમેશા બહેતર કરવા માટે ચેલેન્જ આપતા રહો. બીજા લોકો સાથે તુલના કરવા કરતાં ખુદ સાથે તુલના કરો. યોગ, પ્રાણાયામ, મેડિટેશન, વર્ક આઉટ્સ વગેરે કરતા રહો. એનાથી એકગ્રતા વધશે. પોઝિટીવ રહો, સકારાત્મકતા તમને સ્ટ્રેસ અને ગભરામણથી બચાવે છે.
આ ન કરો.
બીજાઓની બનાવેલી રૂપરેખાના ભરોસે ન જ રહો. ટાઇમ ટેબલનો અમલ કરવાની વાતને અવગણો નહીં. એેકઝામના એક દિવસ પૂર્વે જ રાત્રે વધુમાં વધુ ભણી લેવાનો પ્રયાસ ન કરો. લાંબા સમય સુધી બ્રેક લીધા વગર લગાતાર ભણ્યા જ કરવાની કોશિષ ન કરો. વધુ પડતા – ચા – કોફી – પીણા કે ધુમ્રપાન કદાપી ન જ કરો.
રિવિઝન માટે ટિપ્સ
રિવિઝન માટે પર્યાપ્ત સમય ફાળવો, જેથી છેલ્લા ટાઇમે સ્ટ્રેસ ન પહોંચે. રિવિઝન કરવાનું અવશ્ય રાખો, જેથી તમારો આત્મવિશ્વાસ વધશે. એ માટે એક ટાઇમ ટેબલ બનાવો, જેથી તમે તમારી તૈયારીનું અવલોકન કરી શકો. થોડો સમય અન્ય કામો માટે પણ રાખો. અલગ-અલગ પધ્ધતિથી રિવિઝન કરો, જેથી આપને પણ ભણવામાં આનંદ આવે.
એક્ઝામ સમયે
પરીક્ષાના એક દિવસ પૂર્વે જાઇતી અને જરૂરી પૂરી ઊંઘ લઇ લો. પરીક્ષાના દિવસે સાવ ભૂખ્યા પેટે ન જાવ, પણ કંઇક ખાઇને જ જાવ અને એકઝામ સ્થળે તમારા સમયના અર્ધા કલાક પૂર્વે પહોંચો. એક્ઝામ વખતે કોઇપણ જાતનું અર્થાત ભૂતકાળની – વર્તમાન કાળની કે ભવિષ્યની કોઇ પણ બાબતનું ટેન્શન ન રાખો. રિલેકસ અને કૂલ રહો. જા અસહજતા મહેસૂસ થાય તો, થોડીવાર માટે મનને તદ્દન શાંત કરી દો. લાંબા શ્વાસ લો અને છોડો. પ્રશ્ન પેપર મળે કે તરત જ એકદમ શાંત મને એકવાર પ્રશ્નોને વાંચી જાવ. દરેક પ્રશ્નના જવાબ માટે સમયમાં તેને પૂરૂં કરી શકો. ટોપિકના મેઇન પોઇન્ટ્સ, સબ હેડિંગને અવશ્ય લખો અને હાઇલાઇટ કરો. જયારે સમય ઓછો હોય અને જવાબ વધુ લખવાના હોય, તો નવા
આભાર – નિહારીકા રવિયા મુદ્દાઓને સંક્ષિપ્તમાં લખીને જવાબ પૂરો કરો. પેપરમાં ન પૂછાયેલા સવાલોના જવાબ ન જ આપો. અર્થાત આપના મનથી અન્ય વાતો કે બાબતોને ન જ લખો. ઉત્તરને પેરેગ્રાફમાં ન લખો. શોર્ટ ફોર્મનો ઉપયોગ કરો, જે પેપર ચેક કરનારને ખબર ન પડે. ઉત્તરની વચ્ચે અન્ય આડા-અવળા ટોપિક ન ઘુસાડો, કમ્રાનુસાર જ પ્રશ્નોના ઉત્તર આપો.
સંજાગ ન્યૂના તમામ વિદ્યાર્થી વાચકોને આગામી બોર્ડ પરીક્ષા માટે સંજાગ ન્યૂઝ અને તૃપ્તિ દવે તરફથી શુભકામના…..









































