અમરેલી જિલ્લાના ફતેપુર ગામમાં આંગણવાડી તેડાગર તરીકે નોકરી કરતી ધ્રુવિતાબેન જગદીશભાઇ પરમારે દયાબેન કમલેશભાઇ રાઠોડ સામે ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી મુજબ, તેમની અને તેના પરિવાર સાથે આરોપી અવારનવાર બોલાચાલી અને ઝઘડો કરતા હતા. આ સતત થતી હેરાનગતિ અંગે તેમણે અગાઉ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ બાબતની દાઝ રાખીને આરોપીએ હિંસક હુમલો કર્યો હતો.આરોપીએ તેમના માથાના તેમજ શરીરના અન્ય ભાગોએ ઢીકાપાટુનો આડેધડ માર માર્યો હતો. હુમલા દરમિયાન આરોપીએ તેમના બંને હાથ પર નાખોરીયા ભરીને લોહીલુહાણ કરી ઇજા પહોંચાડી હતી. જ્યારે અન્ય એક વ્યક્તિ વચ્ચે બચાવવા પડ્યા, ત્યારે આરોપીએ તેમને પણ મૂંઢમાર મારી નાખોરીયા ભરી દીધા હતા. હુમલો કર્યા બાદ આરોપીએ તેમને અને સાહેદને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ત્યાર બાદ દયાબેન કમલેશભાઇ રાઠોડ (ઉ.વ.૩૫)એ જગદીશભાઇ બચુભાઇ પરમાર, ધૃવિતાબેન, પ્રિયાબેન અને અપેક્ષાબેન સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, જગદીશભાઈ પરમારે તેમના વાડામાં જવાના રસ્તામાં ખાડો ખોદ્યો હતો. જેથી તેમણે ખાડો બુરી દેવાનું કહેતા સારું નહોતું લાગ્યું અને ઉશ્કેરાઇ જઇ ગાલ ઉપર બે જાપટો મારી પેટ ઉપર બે લાત મારી પેટમાં મુંઢ ઇજાઓ કરી હતી








































