ગાંધીનગરમાં દૂષિત પાણી થી હાહાકાર મચ્યો છે. તેમા દૂષિત પાણીના કારણે રોગચાળો વકર્યો છે. તેના કારણે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ઉભરાઈ ગઈ છે. ગાંધીનગરમાં દૂષિત પાણીના કેસ એટલા વકર્યા છે કે સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યાના ચાર જ દિવસમાં બાળકીનું મોત થયું છે. સાત વર્ષની બાળકી સાજલ કનોજિયાનું મોત થયું છે.
સાજલ કનોજિયાના પિતાએ જણાવ્યું હતું કે બાળકી ૧૫ દિવસથી બીમાર હતી. તેને અર્બન હેલ્થ સેન્ટરમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. તેને રિપોર્ટ કરાવવામાં આવતા તેને ટાઇફોઇડનો તાવ હોવાનું નીકળ્યુ હતુ. તેના પછી બાળકીને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ચાર દિવસ પહેલાં બાળકીને સિવિલમાં ખસેડવામાં આવી હતી. સિવિલનું તંત્ર કહે છે કે બાળકીનો ટાઇફોઇડનો રિપોર્ટ આવ્યો નથી. તેથી બાળકીનું મોત ટાઇફોઇડથી જ થયું છે તેમ કહી ન શકાય.
આમ ગાંધીનગરમાં દૂષિત પાણીની તકલીફે સાત વર્ષની બાળકીનો જીવ લીધો હોવાનું કહેવાય છે. હાલમાં તો ગાંધીનગરનો ટાઇફોઇડે ભરડો લીધો હોવાનું કહેવાય છે. દૂષિત પાણીના કારણે આ સ્થિતિતિ વકરી છે. આના કારણે સ્થિતિતિ એવી આવી છે કે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પોતે તેમા તકેદારી દાખવી છે.
ગાંધીનગર શહેર ટાઇફોઇડમાં સપડાયું છે અને ૧૩૩ કેસ નોંધાયા છે અને કેન્દ્રીય મંત્રીએ તેમા તાકીદ કરી છે છતાં પણ ગાંધીનગર મનપાનું પેટનું પાણી સુધા હાલ્યુ નથી. શહેરમાં ટાઇફોઇડના કહેર વચ્ચે ગાંધીનગર મનપાના અધિકારીઓ ક્રિકેટ રમવા છેક ભાવનગર ગયા છે. આમ અહીં લોકો ટપોટપ માંદા પડી રહ્યા છે પણ મનપાના અધિકારીઓને ક્રિકેટ રમવાથી ફુરસદ નથી. આવુ સાંભળે કે જુએ તો પ્રજાને ગુસ્સો આવે કે ન આવે. દૂષિત પાણીને લીને કોંગ્રેસે ગાંધીનગર મ્યુનિસિપલ કમિશ્નરને દૂષિત પાણીનું સેમ્પલ કહ્યું તો તેમણે જણાવ્યું હતું કે પીવાના પાણીના તમામ સેમ્પલ ચોખ્ખા છે. તેના જવાબમાં કોંગ્રેસના કાર્યકરોએ જણાવ્યું હતું કે જો આવું હોય તો તમે તે સેમ્પલ પીવો, પરંતુ તેમણે તે સેમ્પલ પીધું ન હતુ.







































