પાટણના સાંતલપુરમાં એક મામલતદારે માનસિક તણાવથી કંટાળીને ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં તંત્રમાં દોડધામ મચી ગઈ. ગંભીર હાલતમાં તેમને તરત સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને બાદમાં વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. હાલમાં તેઓ નિષ્ણાંત તબીબોની દેખરેખ હેઠળ છે.
આપઘાત પ્રયાસ પહેલાં મામલતદારે એક સ્યુસાઈડ નોટ પણ લખી હતી, જેમાં તેમના ઉપર છેલ્લા ચાર વર્ષથી કેટલાક શખ્સો દ્વારા તેમને માનસિક તણાવ અને વારંવાર રૂપિયા માંગવામાં આવતા દબાણની વિગતો વ્યક્ત કરવામાં આવી છે. આ દબાણ અને બ્લેકમેલિંગને કારણે તેઓ આ કડવી સ્થિતિતિમાં પહોંચી ગયા હતા.
થરાદ પોલીસે મામલતદારની ફરિયાદ અને સ્યુસાઈડ નોટના આધારે કુલ ૧૧ શખ્સો સામે કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે. આરોપીઓની ભૂમિકા અને તેમના સંલગ્નતા અંગે તત્કાળ તપાસ હાથ ધરવામાં આવી છે. માહિતી મળી રહી છે કે આ મામલે પોલીસ કડક પગલાં ઉઠાવવાનું શરૂ કરી ચૂકેલી છે અને સંબંધિત તમામ વિગતો ઝડપથી એકત્રિત કરવામાં આવી રહી છે.







































