ગાંધીનગરમાં ટાઈફોઈડથી રોગચાળો ફાટ્યો છે. ત્યારે આવામાં ગાંધીનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ ક્રિકેટ રમવા ઉપડી ગયા હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. જોકે કમિશ્નરે બચાવ કરતાં જણાવ્યું છે કે ૧૦થી ૧૨ વ્યક્તિ બહાર જાય તો તંત્ર ઠપ ના થઈ જાય, અમારી કામગીરી ચાલું છે. .
ગાંધીનગરમાં ફાટેલા ટાઈફોઈડના રોગચાળા વચ્ચે ગાંધીનગર મનપાના અધિકારીઓ- કોર્પોરેટરો ભાવનગર ક્રિકેટ રમવા પહોંચ્યા છે. ગાંધીનગર મનપાની એક અધિકારીઓની ટીમ અને એક કોર્પોરેટરોની ટિમ ક્રિકેટર રમવા ભાવનગર ગઈ છે. આમ, ગાંધીનગરની જનતાને રોગચાળા વચ્ચે મૂકી અધિકારી- પદાધિકારીઓની ક્રિકેટની મોજ મજા માણી રહ્યાં છે.
ગાંધીનગર મનપા ના અધિકારીઓ પદાધિકારીઓ ક્રિકેટ રમવા ગયા હોવા મામલે કમિશ્નર જે એન વાઘેલાનું નિવેદન આવ્યું છે. તેઓએ કહ્યું કે, સમગ્ર ગુજરાતની મનપાની ટીમ અહી રમવા જાય છે. ભાવનગર ખાતે બધી જ મનપાની ટીમો બોલાવાઈ છે. ક્રિકેટ રમવા જવું એ રાજકીય મુદ્દો છે. ૧૨-૧૩ લોકો ક્રિકેટ રમવા જાય એમા આખું તંત્ર ઠપ ન થઈ જાય.
ટાઇફોઇડ ના શકાસ્પદ ૨ બાળકોના મૃત્યુ થવા મુદ્દે મનપા કમિશ્નરે કહ્યું કે, બાળકોનું મોત ડેથ ઓફ કોઝ ટાઇફોઇડ નથી. બાળક માત્ર પીડિયાક ડિપાર્ટમેન્ટમાં એડમિટ હતું. તે બાળકનું ટાઇફોઇડના કારણે મૃત્યુ નથી થયું. તો કોંગ્રેસના વિરોધ મામલે કહ્યું કે, કોંગ્રેસ દેખાવ કરવા લાવેલી પાણીની બોટલ ગટરનું પાણી લઈને આવ્યા હતા. કોંગ્રેસ લાગેલી પાણીની બોટલ જેવું પાણી ગાંધીનગરમાં ક્યાય નથી આવતું.
રાજયના પાટનગર ગાંધીનગરમા ટાઇફોઇડ રોગચાળાનો મામલે ગાંધીનગર શહેર કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગાંધીનગર મહાનગર પાલિકાની ઓફીસ કોંગ્રેસ દ્વારા ઘેરવામાં આવી હતી. ગાંધીનગર મનપાના સતાધારીઓ સમક્ષ રજુઆત કરાઈ હતી. ગાંધીનગરમાં ટાઇફોઇડ રોગચાળાએ ભરડો લીધો છે. ટાઇફોઇડના કારણે ૨ બાળકોના મોત થયા હોવાનો કોંગ્રેસનો દાવો. જો કે મનપાએ કહ્યું કે, ૨ બાળકોના મોત ટાઇફોઇડના કારણે નથી થયા.
કમિશનર જે.એન. વાઘેલાએ માહિતી આપતા કહ્યું કે, ટાઇફોઇડના ૮૮ દર્દી ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ગઈ કાલે ૪૫ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ૧૬૦૦ પાણીના સેમ્પલ લેવાયા હતા. તે તમામ સેમ્પલ સેફ માલૂમ પડ્યા છે.



































