સાવરકુંડલામાં વી.ડી. કાણકિયા આટ્ર્સ અને એમ.આર. સંઘવી કોમર્સ કોલેજની એન.એસ.એસ.ની વર્ષ ૨૦૨૫-૨૬ની સાત દિવસીય વાર્ષિક શિબિરનું ઉદ્ઘાટન માનવ મંદિર ખાતે યોજાયું હતું. માનવ મંદિરના સંચાલક ભક્તિરામ બાપુ અધ્યક્ષસ્થાને રહ્યા હતા. નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, આચાર્ય ડા. એસ.સી. રવિયા સહિત મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. પ્રાર્થના, દીપ પ્રાગટ્ય અને સ્વાગત બાદ એન.એસ.એસ.ની સેવાપ્રવૃત્તિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.








































