અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દરિયાકાંઠાના ચાંચબંદર મુકામે રાજ્યના શ્રમ રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે ચાંચબંદરથી વિક્ટર પોર્ટ સુધી દરિયાઈ ખાડી પર પૂલ નિર્માણનું ખાતમુહૂર્ત થયું હતું. આઝાદી બાદ પહેલીવાર આ વિસ્તારને દરિયાની ભૌગૌલિક વિષમ સ્થિતિ વચ્ચે સેતુથી જોડવાનું ભગીરથ કાર્ય થશે. કુલ ૨.૧ કિલોમીટર લાંબા પૂલમાં ૫૫૦ મીટર લંબાઈ ખાડી વિસ્તારની હશે અને ૨૨ ગાળામાં તૈયાર થશે. રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની સબળ માંગણી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મંજૂર કરતા દરિયાકાંઠે વસતા ગ્રામ્ય વિસ્તારના રહેવાસીઓની સમસ્યાનું સમાધાન થશે. આ કાર્યક્રમમાં પ્રસંગે ગુજરાત રાજ્ય નિયંત્રિત બજાર સંઘના ચેરમેન જિગ્નેશ ભાઈ પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય કરશનભાઈ ભીલ, પ્રાંત અધિકારી રાજુલા, બરાસરા, માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર ઢોલાવાલા, અગ્રણી, ચેતનભાઈ શિયાળ, કરશનભાઈ ચૌહાણ, વિક્રમભાઈ શિયાળ, ગ્રામજનો અને અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પૂલ બનતા સ્થાનિકોને ૪૦ કિલોમીટરનું અંતર કાપી અને બહાર જવું પડતું હતું તે અંતર ૨૦ કિલોમીટર જેટલુ ઘટી જશે. આ બ્રીજ બનવાથી મજૂરી માટે જતા શ્રમિકો પરત ઘરે આવી શકશે તેથી શાળાનો ડ્રોપઆઉટ રેશિયો પણ ઘટશે.