ધારી તાલુકાના છતડીયા ગામના ફાટક નજીક કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક પર સવાર બંને યુવાનોને ઇજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ઇજાગ્રસ્તોને સારવાર માટે ચલાલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
પ્રાથમિક માહિતી મુજબ કાર અને બાઈક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેના કારણે બાઈકને ભારે નુકસાન થયું હતું. અકસ્માત બાદ થોડા સમય માટે માર્ગ પર વાહન વ્યવહાર અટકી પડ્યો હતો.
આ ઘટનાની જાણ પોલીસ વિભાગને થતાં પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને અકસ્માત અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા અકસ્માતના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે.







































