તા. ૨ જાન્યુઆરીના રોજ, ચલાલાના જાણીતા સેવાભાવી સ્વ. ગિરીશભાઈ જાની (તબલા ઉસ્તાદ)ની સાતમી પુણ્યતિથિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે એક ભવ્ય સેવાયજ્ઞ યોજાયો હતો. આ સેવાયજ્ઞમાં ગરીબ અને ભૂખ્યા લોકોને ભોજન, શિયાળાની કડકડતી ઠંડીમાં બાળકોને ગરમ કપડાં, સરકારી શાળાના વિદ્યાર્થીઓને અલ્પાહાર અને વૃદ્ધોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાત્રે હનુમાન ચાલીસા પાઠ અને ધૂન-કિર્તન સાથે ૩૧ ડિસેમ્બરનો આખો દિવસ ભક્તિરસમાં વિતાવ્યો હતો. શ્રી મોગલમા માનવ સેવા ગ્રૂપ અને શિવસાંઈ ગ્રૂપના સભ્યોએ આ સેવાકાર્યમાં જોડાઈને આદર્શ વ્યક્તિને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી.