ભારતીય મહિલા ટીમે ચોથી ટી ૨૦માં શ્રીલંકાની ક્રિકેટ ટીમને ૩૦ રનથી હરાવી. આ સાથે, પાંચ મેચની શ્રેણીમાં તેમની કુલ લીડ ૪-૦ થઈ ગઈ છે. સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ મેચમાં મજબૂત ઇનિંગ્સ રમી. ચોથી ટી ૨૦ માં બેન્ચ પર બેઠેલી હરલીન દેઓલને પણ પ્લેઇંગ ઇલેવનમાં તક આપવામાં આવી હતી. તે ટોપ ઓર્ડરમાં બેટિંગ કરે છે, પરંતુ મેચમાં તેને બેટિંગ માટે મોકલવામાં આવી ન હતી.મેચ પછી, ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે કહ્યું, “અમે વિચાર્યું હતું કે અમે હરલીન દેઓલને તક આપીશું, પરંતુ આજે તેણીને મળેલી શરૂઆત પછી, અમારે રિચા ઘોષને શરૂઆતમાં મોકલવો પડ્યો કારણ કે તેના કરતા ઝડપી કોઈ રન બનાવી શકતું નથી.” સ્મૃતિ અને શેફાલીની ઇનિંગને કારણે હરલીનને બેટિંગ કરવાની તક મળી ન હતી. કેપ્ટન હરમનપ્રીતે કહ્યું, “શ્રેષ્ઠી શેફાલી અને સ્મૃતિને જાય છે. પછી રિચા અને મેં ઇનિંગ સારી રીતે પૂરી કરી. તેનાથી અમને સારો સ્કોર મળ્યો.”ભારતીય ટીમ માટે સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ શાનદાર બેટિંગ કરી. આ બંને ખેલાડીઓએ પ્રથમ વિકેટ માટે ૧૬૨ રનની ભાગીદારી કરી. સ્મૃતિ (૮૦ રન) અને શેફાલી (૭૯ રન) એ જારદાર અડધી સદી ફટકારી. શ્રીલંકાના બોલરો આ ખેલાડીઓનો સામનો કરી શક્્યા નહીં અને ખરાબ રીતે નિષ્ફળ ગયા. બાદમાં, રિચા ઘોષ ભારત તરફથી ત્રીજા નંબરે બેટિંગ કરવા આવ્યા. તેમણે વિસ્ફોટક બેટિંગ દર્શાવી, ૧૬ બોલમાં ૪૦ રન બનાવ્યા, જેમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. હરમનપ્રીત કૌરે પણ ૧૦ બોલમાં ૧૦ રન બનાવ્યા. આ ખેલાડીઓએ ટીમને મોટા સ્કોર સુધી પહોંચવામાં મદદ કરી.શ્રીલંકાની મહિલા ટીમ માટે કેપ્ટન ચમારી અતાપટ્ટુએ ૫૨ રન બનાવ્યા. હસિની પરેરાએ પણ ૩૩ રનનું યોગદાન આપ્યું. ઇમેશા દુલાની અને હર્ષિતા સમરવિક્રમાએ સારી શરૂઆત કરી, પરંતુ તેને મોટા સ્કોરમાં રૂપાંતરિત કરવામાં નિષ્ફળ રહ્યા. શ્રીલંકાએ નિર્ધારિત ૨૦ ઓવરમાં કુલ ૧૯૧ રન બનાવ્યા. અરુંધતી રેડ્ડી અને વૈષ્ણવી શર્માએ બે-બે વિકેટ લીધી.







































