પંજાબના રાજકારણમાં નવજાત કૌર સિદ્ધુ વિશે અટકળો તેજ બની છે. સોશિયલ મીડિયા પર નવજાત કૌર સિદ્ધુ દ્વારા તાજેતરમાં કરાયેલી એક પોસ્ટથી રાજકીય વર્તુળોમાં નવી ચર્ચા શરૂ થઈ છે. આ પોસ્ટમાં, તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પ્રશંસા કરી. હકીકતમાં, નવજાત કૌર સિદ્ધુએ પંજાબમાં ખાણકામ અને જંગલોના ક્ષયના મુદ્દા પર કેન્દ્ર સરકારના પગલા માટે અમિત શાહનો આભાર માન્યો હતો. તેમણે પંજાબના રાજ્યપાલ ગુલાબ ચંદ કટારિયાની પણ પ્રશંસા કરી હતી.અગાઉ, નવજાત કૌર સિદ્ધુએ દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને મળ્યા હતા અને તેમના ભરપૂર વખાણ કર્યા હતા. આ પ્રશંસા બાદ, એવી અટકળો ચાલી રહી છે કે સિદ્ધુ દંપતી ભાજપમાં પાછા ફરવાની તૈયારી કરી રહ્યું છે.નવજાત કૌર સિદ્ધુને કોંગ્રેસ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેમણે વર્તમાન પંજાબ કોંગ્રેસના પ્રમુખ અમરિંદર સિંહ રાજા વારિંગના પ્રમુખ પદને સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. તાજેતરમાં, સિદ્ધુના “મુખ્યમંત્રી પદ માટે ૫૦૦ કરોડ રૂપિયા” ના નિવેદનથી રાજકીય વાતાવરણ ગરમાયું હતું. આ પછી, કોંગ્રેસ પાર્ટીએ તેમને સસ્પેન્ડ કરી દીધા હતા. દરમિયાન, ભાજપના નેતાઓ પ્રત્યે સિદ્ધુનો ઝુકાવ નવા સંકેતો આપી રહ્યો છે.વજાત કૌર ભાજપ માટે અજાણી નથી. તેમણે પોતાની રાજકીય કારકિર્દી ભાજપ સાથે શરૂ કરી હતી. ૨૦૧૨ માં, તેઓ ભાજપની ટિકિટ પર અમૃતસર પૂર્વથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. બાદમાં, તેમણે તત્કાલીન અકાલી-ભાજપ ગઠબંધન સરકારમાં મુખ્ય સંસદીય સચિવ તરીકે સેવા આપી હતી. ૨૦૧૬ માં, તેઓ તેમના પતિ નવજાત સિદ્ધુ સાથે કોંગ્રેસમાં જાડાયા. સિદ્ધુ દંપતી અકાલી દળના વિરોધી હતા. અકાલી દળના દબાણ હેઠળ અરુણ જેટલીને તેમના અમૃતસર મતવિસ્તારમાંથી લોકસભા ઉમેદવાર તરીકે નામાંકિત કરવામાં આવ્યા તે વાતથી સિદ્ધુ નારાજ હતા. નવજાત કૌર સિદ્ધુએ કહ્યું છે કે તેમના પતિ નવજાત સિંહ સિદ્ધુ ૨૦૨૭ ની ચૂંટણીમાં કોંગ્રેસ તેમને મુખ્યમંત્રી બનાવે તો જ રાજકારણમાં પાછા ફરશે. હાલમાં, આ શક્્યતા ખૂબ જ ઓછી દેખાઈ રહી છે. પરિણામે, ૨૦૨૭ માં સિદ્ધુના રાજકારણમાં પ્રવેશવાની શક્્યતાઓ પણ ઓછી થઈ રહી છે. નવજાત કૌરે કહ્યું છે કે સિદ્ધુએ તેમને સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે અને તે જે ઇચ્છે તે કરી શકે છે. એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે જા સિદ્ધુ રાજકારણ સંપૂર્ણપણે છોડી દે છે, તો નવજાત કૌર સિદ્ધુ ભાજપમાં જાડાઈ શકે છે.








































