જસદણ નજીક આવેલા ઐતિહાસિક ઘેલા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ ૨૨૯ કિ.મી. લાંબી જનકલ્યાણ શિવવંદના પદયાત્રાનો ધર્મમય પ્રારંભ કર્યો. પૂજન-અર્ચન અને ધ્વજારોહણ સાથે ‘હર હર મહાદેવ’ના નાદે સમગ્ર વિસ્તાર શિવમય બની ગયો. યાત્રાનો હેતુ માત્ર ધાર્મિક નહીં પરંતુ જનતા સાથે સીધો સંવાદ કરી સરકારની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો છે. માર્ગમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. યાત્રા દરમિયાન લોકસંવાદ, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. ૨૭ ડિસેમ્બરે સોમનાથ મહાદેવના ચરણે યાત્રાનો વિરામ થશે.







































