સમયે-સમયે ધંધા-વ્યવસાય અને માનવ સમુદાયોના સ્થળાંતરના ઈતિહાસ આપણે જાયા છે, જાણ્યા છે. ધંધા-વ્યવસાય બંધ થતા પણ જાયા છે. માણસોને બે-રોજગાર અને બેકાર થતા પણ આપણે સહુએ કોઈને કોઈ જગ્યાએ જાયા હશે. પરંતુ આ બધા જ વચ્ચે માનવજાત અને માંસાહારી સિવાયના પશુઓ-પંખીઓનું પેટ ખેતીમાંથી ઉત્પાદન થતા અનાજ, કઠોળ, તેલિબિયા, શાકભાજી અને ઘાસચારામાંથી જ ભરાય છે તે આપણે બધા જ જાણતા હોવા છતાં આજે ખેતી વ્યવસાયને ખેડૂતોના સંતાનો છોડી રહ્યા છે. ખેતી કયારેય કોઈને બેકાર બેરોજગાર બનવા દેશે નહિ. સમય ખેતીને આધુનિક બનાવવાનો છે. વર્ષાે પહેલા આપણા વડીલો-ઘર પરિવાર સાથે ખેતીકામ કરતા હતા. આજે બીજાની મહેનત અને ભરોસા ઉપર ખેતી ચાલી રહી છે. ખેતમજૂરોને બિયારણ, ખાતર અને દવાઓના ડબલા વાડીએ પહોચાડીને નવી પેઢી માવા અને મોબાઈલમાં મસ્ત રહે છે. પછી આપણે કહીએ છીએ કે ખેતી ખોટનો ધંધો છે. ભાગીયો ભાગ મોટો લઈ ગયો, મારે તો કાંઈ વધ્યું નહિ. પણ આપણી મહેનત શું? એનો વિચાર તો કરો અને આપણા પરિવારની મહેનત શું એનો વિચાર કર્યો છે? કયારેય નથી કર્યો તો કરજા અને જા કર્યો હોય તો ભૂલ કયાં રહી ગઈ તેની તપાસ કરજા. ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં રાહત પેકેજની સહાય ભાગીયાઓને આપવા માટે આવેદન પત્રો અપાયા. આ વાત વ્યાજબી છે કે સરકાર સહાય આપે છે તો ભાગીયાને પણ નુકસાન જાય છે તો ખેડૂતોએ માનવતાની રૂએ મદદ કરવી જાઈએ. ઘણા ખેડૂતોએ મદદ કર્યાના દાખલાઓ છે. પરંતુ એવો સમય પણ આવી રહ્યો છે કે “હું આટલા વર્ષોથી જમીન વાવું છું કે ભાગીયુ રાખું છે. હવે મારો કબજા હક્ક” આ દિવસો દૂર નથી. આ કિસ્સો લાલબત્તી સમાન છે. જે મહેનત નથી કરતા એવા ખેડૂતો માટે આમેય કહેવાયું છે. ધરતી બળુકા ખેડૂતોની માતા છે. જે મહેનત કરશે એને ધરતી માતા ખેડૂત તરીકે સ્વીકારશે. બાકી જે વાવે તેની જમીન આ વાત સ્વીકારી લેવી જરૂરી છે. આજે એવા એક ખેડૂતનો પરિચય કરાવવા જઈ રહ્યો છું જે ચુસ્ત સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જાડાયેલા છે. જેના પરિવારમાં કોઈ વ્યસન નથી. આમ છતાં ભુદર બાપાને કેન્સર થયું. ડોકટર પાસે તપાસ માટે ગયા. ડોકટરે કહ્યું બીડી, તમાકુ, માવાનું વ્યસન ખરૂ? ભુદર બાપા કહે આ ખોળીયાએ સ્વાદ નથી ચાખ્યો. પછી ડોકટર કહે આ કારણો ખોરાકમાં જે પેસ્ટીસાઈડ આવે છે તેના હોઈ શકે. બસ એ જ દિવસથી તેની સાથે રહેલા પુત્ર કંઝારીયા રણછોડભાઈએ નક્કી કર્યું વેચાણ માટે નહિ પણ પરિવાર માટે તો ઝેરમુકત શાકભાજી, અનાજ, કઠોળ, તેલિબિયાનું વાવેતર કરવું અને પરિવારના ઉપયોગમાં લેવા. ૪૮ વર્ષિય અને ધો.૧૦ સુધીનો અભ્યાસ ધરાવતા કંઝારીયા રણછોડભાઈ ભુદરભાઈ ગામ. નવા ઈશનપુર, તા.હળવદ, જિ.મોરબી પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાણ કરીને આગળ વધ્યા તેની વાત છે.
રણછોડભાઈ છેલ્લા પ થી ૭ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. ખેતીમાં ખર્ચ ઘટી રહ્યો છે. ઉપરાંત માલ વેચવા માટે જવું નથી પડતું. સારૂ ખાવાવાળા શોધતા આવે છે. આ છે બળુકી ધરતીના ખેડૂતપુત્રની વેલ્યુ. આ બધાએ સમજવુ પડશે. પોતાની ત્રણ એકર જમીનમાં લીંબુના વાવેતર વચ્ચે હળદર અને મિશ્ર પાક તરીકે તુવેરનું વાવેતર કરે છે. કોલ્ડ પ્રોસેસથી હળદર પાવડર બનાવીને વેચાણ કરે છે. જયારે તુવેરમાંથી તુરવેદાળ બનાવે છે. ગુજરાત સરકારના બાગાયત ખાતાની સહાયથી બંને યુનિટ ઉભા કરીને આર્થિક લાભ લઈ રહ્યા છે. ઉપરાંત શિયાળામાં ચણાનું વાવેતર કરે છે અને ચણાદાળ બનાવીને પણ વેચે છે. જા પાણીની સગવડ રહે તો ઉનાળામાં તલનું વાવેતર કરે છે. આમ
પ્રાકૃતિક ખેતીમાં રણછોડભાઈએ સફળતા હાંસલ કરી છે. અનેક તજજ્ઞો, ખેડૂતો વિઝીટ માટે આવે છે. રણછોડભાઈનો સંપર્ક નં.૯૯૦૯૬ ર૬૬૦૩ છે.
: તિખારો:
આજના કહેવાતા આધુનિક અને મોબાઈલના યુગમાં કોઈપણ માણસને સાચા સંબંધોની કિંમત કેટલી ? સામેથી જવાબ મળશે, એ માણસને તમારા વિકલ્પમાં બીજા માણસ મળે એટલી. આ છે આજે સંબંધોની વ્યાખ્યા.