ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા, ગુજરાત પ્રદેશ દ્વારા આયોજિત “અભિવાદન સમારોહ” માં ગુજરાત સરકારના ત્રણ મંત્રીઓનું બાબરા તાલુકાના દલિત યુવા આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. બાબરા તાલુકાના દલિત યુવા આગેવાન કિરીટભાઈ બગડા અને તેમની ટીમ દ્વારા મંત્રીઓનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું. જે મંત્રીઓનું સન્માન કરાયું તેમાં ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમનભાઈ વાજા, રાજ્યકક્ષાના શહેરી અને વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલા અને રાજ્યકક્ષાના બાળવિકાસ (સ્વતંત્ર હવાલો) મંત્રી મનિષાબેન વકીલનો સમાવેશ થાય છે. સન્માન કરનાર દલિત સમાજના યુવાનોમાં કિરીટભાઈ બગડા, કુવરગઢ સરપંચ પ્રકાશભાઈ પરમાર, વલારડી દલિત યુવા આગેવાન જયરાજભાઇ પરમાર, પીટીશન રાઇટર અનિલભાઈ બગડા, પીટીશન રાઇટર નિલેશભાઈ બગડા, પંકજભાઈ રેવર, આર્યનભાઈ ચૌહાણ અને અભયભાઈ બગડાનો સમાવેશ થાય છે.