ધારીના પ્રેમપરામાં રહેતી એક સગીરાને બગસરાનો યુવક ફોનમાં વાત કરવા દબાણ કરતો હતો. તેમજ સંમતિ વગર ગળધરા ખોડિયાર ડેમ લઈ ગયો હતો. આ અંગે સગીરાના પિતાએ બગસરામાં રહેતા સુરેશભાઈ જયંતિભાઈ ઉનાવા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, આરોપી તેમની સગીર પુત્રીનો પીછો કરતો હતો. તેમજ ખરાબ ઈશારા કરી ધમકી આપતો હતો. ઉપરાંત તેમના વાલીપણમાંથી સંમતિ વગર ગળધરા ખોડિયાર ડેમે લઈ ગયો હતો. ધારી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ એસ.એસ. ડામોર વધુ તપાસ કરી રહ્યા છે.








































