અભિનેતા અક્ષય કુમારે મુખ્યમંત્રી નિવાસસ્થાને રાજસ્થાનના મુખ્યમંત્રી ભજન લાલ શર્મા સાથે મુલાકાત કરી. આ એક સૌજન્ય મુલાકાત હતી. રાજ્ય સરકારની પ્રશંસા કરતા અક્ષયે કહ્યું કે મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજસ્થાન ઝડપથી નવી ઊંચાઈઓ પર પહોંચી રહ્યું છે. તેમણે કહ્યું કે સૌર ઉર્જાના ક્ષેત્રમાં અભૂતપૂર્વ કાર્ય થયું છે. અક્ષયે જયપુરના માળખાગત સુવિધાઓની પણ પ્રશંસા કરી, કહ્યું કે તેમાં નોંધપાત્ર ફેરફારો થયા છે.પોતાના પાછલા શૂટિંગનો એક કિસ્સો શેર કરતા, અક્ષયે ચોમુ પેલેસમાં બનેલી એક ઘટના યાદ કરી. તેણે છદ્ગૈં ને કહ્યું, “આ મારો અહીં પહેલી વાર નથી. મેં મારા કરિયરમાં રાજસ્થાનમાં લગભગ દસ ફિલ્મોનું શૂટિંગ કર્યું છે.” સ્ટારે વધુમાં ઉમેર્યું કે રાજસ્થાનનું ગરમ અને સ્વાગતભર્યું વાતાવરણ અનોખું છે. જા કોઈ આતિથ્ય શીખવા માંગે છે, તો તેણે અહીં શીખવું જાઈએ. અક્ષય કુમારે કહ્યું, “હું આપણા મુખ્યમંત્રીને એક ટૂંકી વાર્તા કહી રહ્યો હતો. એકવાર, ચોમુ પેલેસમાં શૂટિંગ કરતી વખતે, હું સવારે ૪ઃ૩૦ વાગ્યે કસરત કરવા ગયો, જેમ હું સામાન્ય રીતે કરું છું. ઠંડી ખૂબ હતી. એક ચોકીદારે મને જાયો, પોતાનો ધાબળો ઉતાર્યો અને કહ્યું, ‘કૃપા કરીને આ લો, તમે અમારા મહેમાન છો.’ અહીંની આતિથ્ય ખરેખર અદ્ભુત છે.” તેમણે ઐતિહાસિક ઇમારતોના સંરક્ષણ અંગે રાજ્ય સરકારના નિર્ણયોની પ્રશંસા કરી. અભિનેતાએ કહ્યું કે તેણે રાજસ્થાનના વિવિધ સ્થળોએ ઘણી ફિલ્મોનું શૂટિંગ કર્યું છે અને ભવિષ્યમાં પણ ફિલ્મોનું શૂટિંગ કરવા રાજ્યમાં આવતા રહેશે.









































