કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય રાજધાનીમાં સતત બગડતી હવાની ગુણવત્તા અંગે કેન્દ્ર સરકાર અને પીએમ નરેન્દ્ર મોદીના મૌન પર તીખા સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં હવાની ગુણવત્તા એટલી ખરાબ થઈ ગઈ છે કે તે આરોગ્ય સંકટ બની ગઈ છે. સંસદમાં આ મુદ્દા પર તાત્કાલિક, વિગતવાર ચર્ચાની માંગ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે સરકારે કડક અને અમલમાં મૂકી શકાય તેવી કાર્ય યોજના લાવવી જાઈએ. તેમણે પ્રશ્ન કર્યો કે જ્યારે બાળકો અને વૃદ્ધોને ઝેરી હવા શ્વાસમાં લેવાની ફરજ પાડવામાં આવે છે ત્યારે સરકાર શા માટે મૌન છે અને કોઈ નક્કર પગલાં નથી લઈ રહી.રાહુલ ગાંધી કેટલીક માતાઓને તેમના ઘરે મળ્યા અને એક વિડિઓ દ્વારા તેમની ચિંતાઓ શેર કરી. તેમણે કહ્યું, “દરેક માતા એક જ વાત કહે છેઃ તેનું બાળક ઝેરી હવા શ્વાસમાં લઈને મોટું થઈ રહ્યું છે. તેઓ થાકેલા, ડરેલા અને ગુસ્સામાં છે.”હું જે પણ માતાને મળું છું તે મને એક જ વાત કહે છેઃ તેનું બાળક ઝેરી હવા શ્વાસમાં લઈને મોટું થઈ રહ્યું છે. તેઓ થાકેલા, ડરેલા અને ગુસ્સામાં છે.ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં તેમણે પૂછ્યું, “મોદીજી, ભારતના બાળકો આપણી સામે ગૂંગળાવી રહ્યા છે. તમે કેવી રીતે ચૂપ રહી શકો છો? તમારી સરકાર કોઈ તાકીદ, કોઈ યોજના કે કોઈ જવાબદારી કેમ નથી બતાવતી?” રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતના બાળકોને સ્વચ્છ હવાની જરૂર છે, બહાનાની નહીં. છેલ્લા ૧૫ દિવસથી દિલ્હીની હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબથી ગંભીર શ્રેણીમાં રહી છે. એર ક્વોલિટી અર્લી વો‹નગ સિસ્ટમ અનુસાર, આગામી અઠવાડિયામાં રાહતની આશા ઓછી છે.ડોક્ટરો અને નિષ્ણાતોએ અસ્થમાના દર્દીઓ, હૃદયરોગના દર્દીઓ, ધૂમ્રપાન કરનારાઓ, બાળકો અને વૃદ્ધોને ખાસ કરીને સાવચેત રહેવાની સલાહ આપી છે, કારણ કે પ્રદૂષિત હવા ફેફસાંની ક્ષમતા ઘટાડે છે, બળતરા પેદા કરે છે અને ક્રોનિક રોગોને વધારી શકે છે. ડોકટરોના મતે, નિયમિત આરોગ્ય તપાસ અને શ્વસન રોગો માટે તપાસ વધુને વધુ મહત્વપૂર્ણ બની રહી છે.









































