અમરેલીના ધારાસભ્ય અને રાજયમંત્રી કૌશિકભાઈ વેકરીયાની રજૂઆતને પગલે, તેમના મતવિસ્તારના અમરેલી તાલુકાના કેરાળા ગામે પૂરના પાણીથી થતું નુકસાન અટકાવવા માટે પૂર સંરક્ષણ દિવાલનું કામ તાત્કાલિક ધોરણે મંજૂર કરવામાં આવ્યું છે. રાજ્યના જળ સંપત્તિ વિભાગ દ્વારા આ કામગીરી માટે રૂપિયા ર.૪૯ કરોડનો ખર્ચ મંજૂર કરાયો છે. આ કામગીરી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. રાજયમંત્રી કૌશિકભાઈ વેકરીયાની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ, આ દિવાલનું કામ થવાથી આગામી સમયમાં વિસ્તારની પ્રજાને પૂરના પાણીની મુશ્કેલીમાંથી મોટી રાહત મળશે અને નુકસાન અટકશે.









































