રાજયમંત્રી કૌશિક વેકરીયાએ રાજય સરકારમાં રજૂઆત કરતા
અમરેલી શહેરની ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ધારાસભ્ય કૌશિક વેકરિયાની રજૂઆતને પગલે, અમરેલીના માચિયાળાથી રાધેશ્યામ ચોકડી સુધીના ૧૨ કિલોમીટર લાંબા નવા બાયપાસ રોડને વહીવટી મંજૂરી મળી ગઈ છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. ૨૭૦.૬૦ કરોડ છે. આ કામગીરીમાં આધુનિક ફોરલેન રોડ, મેજર અને માઇનોર બ્રિજ, તથા એપ્રોચ રોડ સાથે રીટનિંગ વોલ જેવી સુવિધાઓનો સમાવેશ થશે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા ટૂંક સમયમાં આ કામગીરી હાથ ધરવામાં આવશે. આ નવા બાયપાસના નિર્માણથી સ્થાનિક પ્રજાને ટ્રાફિકની સમસ્યામાંથી મોટી રાહત મળશે અને અમરેલીના વિકાસને નવો વેગ મળશે.









































