આજે વહેલી સવારે મિતીયાજ ગામના ખેડૂત નારણભાઈ હીરાભાઈ બળાઈ વાડીએ પશુઓને દોહતા હતા ત્યારે અચાનક જંગલી પ્રાણી ત્રાટક્યું હતું. તેણે ખેડૂતની આજીવિકા એવી ગાયનું મારણ કર્યું હતું. ખેડૂતે પોતાના પશુને બચાવવા માટે પુરી મહેનત કરી છતાં તે બચી શકી નહોતી. અંતે ખેડૂતે ગામના સરપંચ સુરપાલસિહ બારડ, સામાજિક કાર્યકર લલિત વાળાને જાણ કરતા તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. તેમણે આ અંગે તાત્કાલિક ફોરેસ્ટ વિભાગને જાણ કરતાં અધિકારીઓ દ્વારા પંચરોજ કામ કરવામાં આવ્યું હતું. ખેડૂતને તાત્કાલિક ધોરણે સહાય મળે તે અંગે રજૂઆત કરવામાં આવી હતી.