ગ્રાહકોની જાણ બહાર તેમના સીમકાર્ડ દુબઈ અને કમ્બોડિયા મોકલી આપીને તેનો સાયબર ક્રાઈમના ગુનામાં ઓપરેટ કરતી ગેંગના ૩ શખ્સોની અમદાવાદ શહેર સાયબર ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે.આ બનાવની વગત મુજબ સીમકાર્ડ કઢાવવા ગયેલા ગ્રાહકોને તેમના આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ તથા તેમની ફિંગર પ્રિન્ટ વગેરે (છત્રીવાળા) ટેલિકોમ્યુનિકેશન એજન્ટ ગ્રાહકોની જાણ બહાર સીમકાર્ડ કઢાવી સીમકાર્ડ ટ્રાન્સફર કરવાની પ્રોસેસ કરી સર્વર ડાઉન હોવાથી પ્રોસેસ થઈ નથી તેમ ખોટુ બહાનુ બતાવતા હતા. બાદમાંતેમની જાણ બહાર તેમના ડોક્્યુમેન્ટને અપ્રામાણિકતાથી મેળવીને સીમકાર્ડ ઈશ્યુ કરીને અન્ય સહ આરોપીઓને કમિશનથી દુબઈ મારફતે કંબોડિયા ખાતે સાયબર ફ્રોડ આચરતા કોલ સેન્ટરને મોકલી ડિજીટલ એરેસ્ટ જેવા ગંભીર ગુનામાં મદદ કરતી ગેગના ત્રણ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે.આરોપીઓમાં અમદાવાદમાં રહેતા વિજય એસ.રાવળ, શુભમ ઉર્ફે સેબી જે.પરાડીયા અને કિરણ ઉર્ફે કેટી એ.ઠક્કરનો સમાવેશ થાય છે.આરોપીઓ પાસેથી પોલીસે છ મોબાઈલ મળીને કુલ રૂ. ૧,૨૪,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તપાસમાં આરોપી વિજયે એક ફરિયાદીના પિતાના નામના સીમકાર્ડને ટ્રાન્સફર કરી આપવાનું કહીને ફરિયાદીના આધાર પુરાવાથી સીમકાર્ડ ટ્રાન્સફર કરવાની પ્રોસેસ કરી સર્વર ડાઉન હોવાથી પ્રોસેસ થઈ નથી, એમ કહ્યું હતું. બાદમાંફરિયાદીના નામના ૪ સીમકાર્ડ તથા અન્ય ગ્રાહકોના સીમકાર્ડ રૂ.૪૦૦ના કમિશનથી આરોપી શુભમ પરાડીયાને મોકલી આપ્યા હોવાનું બહાર આવ્યું હતું.  શુભમે સીમકાર્ડનો ભારત બહાર સાયબર ક્રાઈમને લગતા ગુનામાં ઉપયોગ થશે તેવું જાણવા છતા આરોપી વિજય પાસેથી ડમી સીમકાર્ડ મેળવીને એક સીમકાર્ડના ૭૦૦ રૂપિયા કમિશન મેળવીને આગળ મોકલી આપ્યા હતા. જ્યારે આરોપી કિરણે શુભમ પાસેથી ડમી સીમકાર્ડ મેળવીને એક સીમકાર્ડ દીઢ રૂ.૧૨૦૦ આરોપી શુભમને આપ્યા હતા. બાદમાં નહી પકડાયેલા સહ આરોપી દ્વારા રૂ.૧૫૦૦માંદુબઈ મારફતે કમ્બોડિયા મોકલી આપ્યાહોવાનું તપાસમાં બહાર આવ્યું છે.તે સિવાય ફરિયાદીના સીમકાર્ડનો ઉપયોગ ડિજીટલ એરેસ્ટ જેવા સાયબર ક્રાઈમમાં ઉપયોગ થયો હોવાનું જણાયું છે. આ બાબતે એનસીસીઆરપી પોર્ટલ પર ફરિયાદ મળી આવેલી છે.