કુંકાવાવ તાલુકાના રામપુર-તોરી ગામે આપા-ગીગેવ જન્મભૂમિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જન્મ સ્થળને
જાગૃત કરી ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મંદિરનો સ્થાપના દિન સંતો-મહંતો અને ભક્તોની વિશાળ ઉપસ્થિતિમાં ઉજવવામાં આવ્યો હતો. આ તકે સંસ્થાના સ્થાપક અને પૂજારી ચતુરભાઇ બોરડ, વાઘાણી માવજીભાઇ, મહેશભાઇ ગેવરીયા, ચંદ્રેશભાઇ, વોરા પ્રવીણભાઇ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ તકે હંસાબેન, રાધાબેન, સવિતાબેન સહિતની બહેનોનું સન્માન કરવામાં આવેલ. આ ઉપરાંત ભજન-કીર્તનનો કાર્યક્રમ પણ યોજાયો હતો.