સાવરકુંડલા ખાતે આગામી માગશર સુદ-૭ ને તા. ૨૭/૧૧/૨૦૨૫, ગુરુવારના રોજ સંત શિરોમણી આપાલાખાની ૨૪૫મી જન્મજયંતિની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવશે.આપાલાખાની જગ્યાના મહંત નાનજી ભગતની યાદીમાં જણાવ્યા અનુસાર, આ પાવન અવસરે સવારે મંગળા આરતી, સમાધિ પૂજન અને ધ્વજારોહણ કરવામાં આવશે. ત્યારબાદ સવારે ૯ઃ૦૦ કલાકે સામૈયાના દર્શન યોજાશે. સાંજે ૭ઃ૦૦ કલાકે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. રાત્રે ૧૦ઃ૦૦ કલાકે સંતવાણીનો ભવ્ય કાર્યક્રમ યોજાશે, જેમાં ભજનીક જયેશભાઈ પરમાર, નરશીભાઈ સોલંકી, લોકસાહિત્યકાર દિપકભાઈ બારોટ તથા રામદેવ ભજન મંડળ અલખનો આરાધ કરશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં સંતો, મહંતો અને અનુયાયીઓ ઉપસ્થિત રહેશે.









































