લીલીયા તાલુકામાં ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ વધુ વ્યાપક અને અસરકારક રીતે ઉપલબ્ધ થાય તે હેતુસર લીલીયા મોટા સિવિલ હોસ્પિટલ ખાતે ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના અધ્યક્ષસ્થાને રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમા હોસ્પિટલને આધુનિક સુવિધાઓથી વધુ સજ્જ બનાવવા જરૂરી આયોજન અને અભિગમ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. તે સાથે જ રૂ. ૭ કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલ નવી સિવિલ હોસ્પિટલના સ્થળનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મામલતદાર, વિપુલભાઈ દુધાત, ભીખાભાઈ ધોરાજીયા, કાનજીભાઈ નાકરાણી, ડા.પરમાર, ડો.સિધ્ધપુરા, વિનુભાઈ મકાણી, મેરામભાઇ આહીર, સીએચસી અધિક્ષક સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહેલ હતા.









































