બિહાર ચૂંટણી પરિણામો પછી, લાલુ યાદવ પરિવારમાં ચાલી રહેલા વિવાદ ચર્ચાનો વિષય બન્યો છે. આરજેડી વડા લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણી આચાર્યએ શનિવારે રાજકારણ જ નહીં પરંતુ પોતાના પરિવારમાંથી પણ સંન્યાસ લેવાની જાહેરાત કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. રોહિણી આચાર્યના નિવેદનથી તેજ પ્રતાપ યાદવ ગુસ્સે થયા હતા. તેજ પ્રતાપ યાદવે ચેતવણી આપી હતી કે જે કોઈ તેમની બહેનનું અપમાન કરશે તેને કૃષ્ણના સુદર્શન ચક્રનો ભોગ બનાવવામાં આવશે. આ પછી, તેમણે સોમવારે બીજું એક નિવેદન બહાર પાડ્યું, જેમાં કહ્યું કે તેઓ કોઈપણ સંજાગોમાં તેમની બહેનનું અપમાન સહન કરશે નહીં, અને જયચંદ પરિવારને તેમના ગેરવર્તણૂકના પરિણામો ચોક્કસપણે ભોગવવા પડશે.તેજ પ્રતાપે એકસ પર લખ્યું કે જયચંદ દ્વારા આપણી રોહિણી આચાર્ય દીદી સાથે થયેલા દુર્વ્યવહારથી મારું હૃદય હચમચી ગયું છે. તેમણે કહ્યું, “મારી સાથે જે બન્યું તે મેં સહન કર્યું, પરંતુ મારી બહેન પ્રત્યે જે અનાદર દર્શાવવામાં આવ્યો તે અસહ્ય છે. સાંભળો જયચંદ, જા તમે પરિવાર પર હુમલો કરશો, તો બિહારના લોકો તમને ક્યારેય માફ કરશે નહીં.”તેજ પ્રતાપે લખ્યું કે રોહિણી દીદી જે કહી રહી છે તે બિલકુલ સાચું છે. એક માતા તરીકે, એક મહિલા તરીકે અને એક બહેન તરીકે, તેણીએ એવું પ્રશંસનીય કાર્ય કર્યું છે જેનો મુકાબલો થોડા લોકો કરી શકે છે. આ ઇતિહાસ બનશે, અને મારી બહેનનું નામ ઇતિહાસના પાનામાં સુવર્ણ અક્ષરોમાં કોતરવામાં આવશે.