સૌરાષ્ટ્રભરમાં કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડતા હજરત ખ્વાજા મોહકમુદ્દીન સેરાનીનો ૨૪૯મો ઐતિહાસિક ઉર્ષનો મેળો ૨૦ નવેમ્બરથી ૪ દિવસ માટે યોજાશે. આ ઉર્ષના મેળામાં ભારતભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી પડશે ત્યારે દરગાહ શરીફ ખાતે તૈયારીઓ અને આયોજનના ભાગરૂપે એક બેઠક યોજાઈ હતી. જેમાં ખાદીમ દરગાહ સૈયદ વહિદ મિયા સૈયદ, ઈસ્માઈલ મિયા સૈયદ, શબ્બીર મિયા સૈયદ, ઇકબાલ મિયા સૈયદ, અમીન મિયા સૈયદ, અશરફ મિયા સૈયદ, રફીક મિયા અને મુસ્લિમ સમાજના આગેવાન અને નગરપાલિકા પૂર્વ પ્રમુખ કાસમભાઈ કુરેશી, જબ્બારભાઈ નાલબંધ અને પાલિકા સદસ્ય શબ્બીરભાઈ શમા, લોકમેળા આયોજક ઇમરાનભાઈ શમા, મોહસીનબાપુ કલીવારા, વલીભાઈ સિપાઈ ભંગારવાળા લઘુમતી ભાજપના જિલ્લા ઉપપ્રમુખ બોદું ચોહાણ, સૈયદ રફીક મિયા અને મુશીરભાઈ માંજોઠી પાલિકા સદસ્ય વગેરે ઉપસ્થિત રહ્યા હતા.










































