અમરેલી જિલ્લામાં ૨૦ નવેમ્બર, ૨૦૨૫ને ગુરુવારે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળામાં એઇમ લિમિટેડ ભાવનગર દ્વારા આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર (માર્કેટિંગ) અને બ્રાન્ચ મેનેજરની જગ્યા માટે ૧૮થી ૩૫ વર્ષની વય મર્યાદા સાથે ધો. ૧૦, ૧૨ અને સ્નાતક લાયકાત માંગવામાં આવી છે. વધુમાં, એલ.આઈ.સી. અમરેલી દ્વારા એજન્ટની જગ્યા માટે ૧૮થી ૪૦ વર્ષની વય મર્યાદા અને ધો. ૧૨ પાસ લાયકાતની જરૂર છે. ભરતી મેળો સવારે ૧૧ વાગે જિલ્લા રોજગાર કચેરી, અમરેલી ખાતે યોજાશે. ભાગ લેવા માટે આધાર કાર્ડ અને શૈક્ષણિક દસ્તાવેજોની સાથે પોર્ટલ પર નોંધણી કરવી ફરજિયાત છે.











































