ટ્રમ્પ વહીવટીતંત્રનું ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે અભિયાન ચાલુ છે. હવે, ટ્રમ્પ વહીવટીતંત્રે ઉત્તર કેરોલિનાના સૌથી મોટા શહેર શાર્લોટમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે હોમલેન્ડ સિક્યુરિટી કર્મચારીઓ તૈનાત કર્યા છે. ફેડરલ સરકારે પણ આ વાતની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે ઇમિગ્રન્ટ્સ સામે અભિયાન ચાલુ છે. શનિવારે અનેક સ્થળોએ ઇમિગ્રેશન અને હોમલેન્ડ સિક્્યુરિટી એજન્ટો ધરપકડ કરતા જાવા મળ્યા હતા.યુએસ આસિસ્ટન્ટ હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી ટ્રિશિયા મેકલોફલિને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે અમેરિકનો સુરક્ષિત રહે અને જાહેર સલામતીના જાખમોને પહોંચી વળવા માટે ચાર્લોટમાં ડ્ઢૐજી કાયદા અમલીકરણ વધારી રહ્યા છીએ.” જાકે, ચાર્લોટના મેયર વી લાયલ્સ સહિત સ્થાનિક અધિકારીઓએ આ કાર્યવાહીની ટીકા કરતા કહ્યું કે તે બિનજરૂરી ભય અને અનિશ્ચિતતા પેદા કરી રહ્યા છે. શરૂઆતમાં ચાર્લોટમાં હોમલેન્ડ સિક્્યુરિટી કર્મચારીઓની તૈનાતી અંગે કોઈ માહિતી નહોતી. જા કે, આ અઠવાડિયાની શરૂઆતમાં, મેકલેનબર્ગ કાઉન્ટી શેરિફ ગેરી મેકફેડને કહ્યું હતું કે ફેડરલ અધિકારીઓએ તેમને જાણ કરી હતી કે કસ્ટમ એજન્ટો ટૂંક સમયમાં આવશે.૪૬ વર્ષીય શાર્લોટના રહેવાસી એસિટ્યુનોએ જણાવ્યું હતું કે તેમને બોર્ડર પેટ્રોલ એજન્ટો દ્વારા બે વાર રોકવામાં આવ્યા હતા. બીજી વખત, તેઓએ કારની બારી તોડી, તેને કારમાંથી બહાર કાઢ્યો અને તેને જમીન પર ફેંકી દીધો. “મેં તેમને કહ્યું, ‘હું અમેરિકન નાગરિક છું,'” તેમણે કહ્યું. “તેઓ જાણવા માંગતા હતા કે મારો જન્મ ક્યાં થયો હતો. તેઓ માનતા ન હતા કે હું અમેરિકન નાગરિક છું.” આખરે, તેમની નાગરિકતા સાબિત કરતા દસ્તાવેજા બતાવ્યા પછી તેમને મુક્ત કરવામાં આવ્યા. સ્થાનિક અધિકારીઓના મતે, શાર્લોટ એક વંશીય રીતે વૈવિધ્યસભર શહેર છે જ્યાં ૯૦૦,૦૦૦ થી વધુ લોકો રહે છે, જેમાં ૧૫૦,૦૦૦ થી વધુ વિદેશી જન્મેલા લોકોનો સમાવેશ થાય છે.







































